Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Delhi High Court takes action on Aaradhya Bachchan's petition

આરાધ્યા બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કરી કાર્યવાહી, આ મામલે ગૂગલને મોકલી નોટિસ!

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2025
લાઇવ ટીવીGoogle News
આરાધ્યા બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કરી કાર્યવાહી, આ મામલે ગૂગલને મોકલી નોટિસ!

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરીથી નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરાધ્યાએ વિનંતી કરી કે 'મારી હેલ્થને લઈને અલગ-અલગ વેબસાઈટ પર ચાલી રહેલી ફેક અને ભ્રમિત કરનારી જાણકારી ઘણા પોર્ટલ્સ પર અત્યાર સુધી હાજર છે. જેને ઝડપથી હટાવવામાં આવે.' અરજી પર કોર્ટ તરફથી નોટિસ જારી કરવામાં આવી છે.

App Store

કોર્ટે નોટિસ મોકલી

આરાધ્યાએ પોતાની અરજીમાં મામલા પર સંક્ષિપ્ત નિર્ણયની માંગ કરી છે. જેના જવાબમાં કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ, જે બાદ ગૂગલ સહિત અન્ય વેબસાઈટને નોટિસ મોકલવામાં આવી. નોટિસમાં એ તર્ક આપવામાં આવ્યો છે કે ફેક જાણકારી અપલોડ કરનારે કોર્ટમાં હાજરી નથી આપી અને બચાવનો તેમનો અધિકાર પહેલા જ બંધ થઈ ચૂક્યો છે. મામલા પર આગામી સુનાવણી 17 માર્ચ 2025એ થશે. 

શું છે સમગ્ર મામલો

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને પોતાના પિતા અભિષેક બચ્ચનની મદદથી એપ્રિલ 2023માં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં નોંધાયેલા મામલામાં યુટ્યુબ પર આરાધ્યાનો ફેક વીડિયો અને જાણકારી વાયરલ થવાની ફરિયાદ કરવામાં આવી હતી. હાઈકોર્ટે વચગાળાના ઓર્ડર દ્વારા યુટ્યુબથી આરાધ્યાની હેલ્થ પર ચાલી રહેલા વીડિયો અને ભ્રમિત કરનારી જાણકારીને રોકવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે ગૂગલને પણ મામલા સાથે જોડાયેલા વીડિયોને તાત્કાલિક ડીએક્ટિવેટ કરવાનો આદેશ આપ્યો હતો. 

ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન ફેન્સના ફેવરેટ સ્ટાર કિડ્સમાંની એક છે. તે ઘણી વખત માતા ઐશ્વર્યા સાથે ટ્રાવેલ કરતી અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે. 13 વર્ષની આરાધ્યા પોતાના મસ્તીભર્યા અંદાજ અને હેરસ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર હંમેશા તેની તસવીરો અને વીડિયો વાઈરલ થાય છે.