BB OTT 3 ફેમ અરમાન મલિકની કારનો થયો અકસ્માત, મોતના મોંમાંથી સકુશળ પાછો આવ્યો પરિવાર
'બિગ બોસ ઓટીટી 3' ફેમ અને યુટ્યુબર અરમાન મલિક હંમેશા પોતાની સ્ટાઈલ માટે સમાચારમાં રહે છે. અરમાન મલિકન

'બિગ બોસ ઓટીટી 3' ફેમ અને યુટ્યુબર અરમાન મલિક હંમેશા પોતાની સ્ટાઈલ માટે સમાચારમાં રહે છે. અરમાન મલિકને તેની બે પત્નીઓને કારણે લોકોની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને જ્યારે તે તેની બંને પત્નીઓ સાથે 'બિગ બોસ ઓટીટી 3'માં આવ્યો ત્યારે તેની ભારે ટીકા થઈ હતી. પરંતુ તાજેતરમાં તેના ઉપરથી મોટી આફત ટળી હતી. વાસ્તવમાં, 'બિગ બોસ ઓટીટી 3' ફેમ અરમાન મલિકની કારનો એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં તેનો જીવ બચી ગયો હતો. અરમાન મલિકે આ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આપી છે. અરમાન મલિકે કહ્યું કે, તે મોતના મોંમાંથી બહાર આવ્યો છે.
કારમાં અરમાન મલિક સાથે તેની પત્ની કૃતિકા મલિક અને દીકરો લક્ષ્ય પણ હતા. અરમાન મલિકે જણાવ્યું કે, તે એક ગીતનું શૂટિંગ પૂરું કરીને મનાલીથી ચંદીગઢ પરત ફરી રહ્યો હતો અને તે દરમિયાન તેની સાથે અકસ્માત થયો. અરમાન મલિકે તેની કાર મર્સિડીઝ બેન્ઝને અકસ્માત માટે જવાબદાર ગણાવી હતી. અરમાન મલિકે આ અંગે જણાવ્યું હતું કે, "તો મિત્રો, આજથી એક અઠવાડિયા પહેલા મેં આ કારની ફરિયાદ કરી હતી. આ એટલી ખરાબ કાર છે. આજે એવું જ થયું. અમે શૂટિંગ કરીને મનાલીથી પાછા ફરી રહ્યા હતા અને આ એટલી ખરાબ કાર છે. તેનું ટાયર ફાટ્યું છે. જેના કારણે કારે બેલેન્સ ગુમાવ્યું હતું અને બેલેન્સ ગુમાવ્યા બાદ તે પાછળના ભાગમાં પણ અથડાઈ છે.
અરમાન મલિકે તેની સાથે થયેલા અકસ્માત વિશે વધુમાં જણાવ્યું હતું કે, "હું કારમાં સૂતો હતો. ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. કારની પાછળ કૃતિકા હતી અને લક્ષ્ય પણ ત્યાં હતો. અમારી બીજી કાર પણ પાછળ જ હતી. હું તો એવું કહીશ કે આ એટલી ખરાબ કાર છે કે હું તો બધાને એવું જ કહીશ કે એક વખત તમે આ કાર વિશે જે સમસ્યા છે તે જણાવજો. ટાયરની સૌથી વધુ સમસ્યા છે. કોઈએ પણ આ કાર ન ખરીદવી જોઈએ. આજના દિવસે જે દુર્ઘટના બની છે તેમાં અમે સુરક્ષિત છીએ. ભગવાનની કૃપા છે કે અમે બચી ગયા છીએ." ઉલ્લેખનીય છે કે, અરમાન મલિક અને કૃતિકા મલિક તેમના ગીત 'ચાંદ નજર આયા'ના શૂટિંગ માટે મનાલી ગયા હતા.






