'બેટલ ઓફ ગલવાન'નું ટીઝર રિલીઝ, સલમાન ખાનની જોરદાર વાપસી

સોર્સ : GSTV
બોલિવૂડનો ભાઈજાન એટલે કે સલમાન ખાનનો આજે જન્મદિવસ છે. આજના જ દિવસે ભાઈજાનની આગામી ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં સલમાન ખાન એક શક્તિશાળી ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. હાથમાં દંડો લઈને દુશ્મનનો સામનો કરવા તૈયાર લશ્કરી અધિકારી તરીકે, સલમાન ખાનનો ચહેરો યોદ્ધા જેવો હાવભાવ દર્શાવી રહ્યો છે.
સલમાન ખાનની ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"નું ટીઝર જોઈને લાગે છે કે, આ તેમના ચાહકો માટે સલમાન તરફથી એક મોટી ભેટ હશે. આ ટીઝર તમે અહીં જોઈ શકો છો. આ ફિલ્મ 17 એપ્રિલ, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

