Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ashish and Elli's romantic-song released users trolled youtuber

VIDEO / પ્રેમ નહીં પ્રમોશનનો ભાગ હતી આશિષ ચંચલાનીની પોસ્ટ, રિલીઝ થયું એલી અવરામ સાથેનું રોમેન્ટિક ગીત

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : YouTube

થોડા દિવસ પહેલા યુટ્યુબર આશિષ ચંચલાનીએ અભિનેત્રી એલી અવરામ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં 'ફાઈનલી' લખ્યું હતું. આ પછી, તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ. ઘણા લોકોએ બંનેને અભિનંદન પણ આપ્યા હતા. પરંતુ હવે આ પોસ્ટનું સત્ય બહાર આવ્યું છે અને બંનેનું એક નવું ગીત રિલીઝ થયું છે. જે દર્શાવે છે કે આશિષની પોસ્ટ પ્રમોશનનો ભાગ હતી.

App Store

રોમેન્ટિક ગીત 'ચાંદનીયા' રિલીઝ થયું

એલી અવરામ સાથે આશિષ ચંચલાનીની રોમેન્ટિક પોસ્ટ તેમના અફેરની પુષ્ટિ નહતી પરંતુ તેમના નવા ગીત 'ચાંદનીયા' ના પ્રમોશનનો એક ભાગ હતી. આજે, એલી અવરામ અને આશિષ ચંચલાનીનું એક નવું ગીત રિલીઝ થયું છે. જે એક રોમેન્ટિક ગીત છે, જેમાં એલી અને આશિષ રોમાન્સ કરતા જોવા મળે છે. આ ગીત રિલીઝ થતાં જ સ્પષ્ટ થઈ ગયું કે આશિષ આ ગીતનું પ્રમોશન કરી રહ્યો હતો અને તે ફોટો પણ આ ગીતનો જ એક ભાગ હતો.

નેટીઝન્સે ટ્રોલ કર્યો

આ ગીત રિલીઝ થતાં જ લોકો આશિષ ચંચલાની પર ગુસ્સે થઈ ગયા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે લોકોને ખબર પડી કે આશિષની પોસ્ટ માત્ર એક પ્રમોશન હતી, ત્યારે લોકોએ આશિષને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કેટલાક નેટીઝન્સે કમેન્ટ કરી કે તેણે છેતરપિંડી કરી. જ્યારે કેટલાકે કહ્યું કે આ એક માર્કેટિંગ પદ્ધતિ છે. ફક્ત હાઈપ બનાવવા માટે.

વિશાલ મિશ્રાએ ગીતને અવાજ આપ્યો

એલી અવરામ અને આશિષ ચંચલાનીના આ નવા રોમેન્ટિક ગીતના શબ્દો સૈયદ કાદરી દ્વારા લખાયેલા છે અને તેને વિશાલ મિશ્રાએ અવાજ આપ્યો છે. મિથુનના સંગીત સાથેનું આ ગીત ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ગીતમાં એલી અને આશિષ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.