Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amitabh Bachchan wakes up, says' no one can win against nature's wrath '

નેપાળ પૂરનો ભયાનક મંજર જોઈ ધ્રૂજી ઊઠ્યા અમિતાભ બચ્ચન, બોલ્યા- 'કુદરતના પ્રકોપ સામે કોઈ જીતી શકતું નથી'

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળ પૂરનો ભયાનક મંજર જોઈ ધ્રૂજી ઊઠ્યા અમિતાભ બચ્ચન, બોલ્યા- 'કુદરતના પ્રકોપ સામે કોઈ જીતી શકતું નથી'
સોર્સ : gstv

રક્ષાબંધનના દિવસે જ્યારે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને સંબંધોની મીઠાશની વાતો થઈ રહી હતી, ત્યારે નેપાળથી આવેલી તબાહીની તસવીરોએ અમિતાભ બચ્ચનનું દિલ પણ ભારે કરી દીધું. પહાડો વચ્ચે પૂરનો એવો ભયાનક મંજર સામે આવ્યો કે તેને જોઈને બિગ બી પણ ભાવુક થતાં પોતાને રોકી શક્યા નહીં. તેમણે કુદરત આગળ માણસની લાચારી વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને આ મુશ્કેલ સમયમાં નેપાળના લોકો માટે પ્રાર્થના કરતા કહ્યું કે પ્રકૃતિના પ્રકોપ સામે મુકાબલો કરવો માણસના વશની વાત નથી.

App Store

અમિતાભ બચ્ચને પણ નેપાળની આ ભયાનક તારાજી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાના બ્લોગ દ્વારા પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ત્યાંથી સામે આવી રહેલા તબાહીના દ્રશ્યો જોવા અત્યંત મુશ્કેલ છે.

કાંડા પર રાખડી સાથે નેપાળની તારાજીનું દર્દ

વાસ્તવમાં, અમિતાભ બચ્ચને શનિવારે રક્ષાબંધનના અવસરે પોતાના બ્લોગ પર કાંડા પર બાંધેલી રંગબેરંગી રાખડીઓની તસવીર શેર કરી હતી. તેમણે ભાઈ-બહેનના સંબંધ અને રાખડીના પવિત્ર બંધન વિશે લખ્યું. આ પછી બિગ બીએ નેપાળમાં આવેલા પૂર તરફ ધ્યાન દોરતાં પોતાની ચિંતા વ્યક્ત કરી.

'પ્રાર્થના જ સર્વસ્વ છે'

તેમણે લખ્યું- ‘એક ગંભીર વિષય પર વાત કરું તો નેપાળમાં પૂરથી થયેલી તબાહીના દ્રશ્યો જોવા અસહ્ય છે… કુદરતના પ્રકોપ સામે ક્યારેય લડી શકાતું નથી… આના સન્માન માટે ઈશ્વરની ઉપસ્થિતિની આવશ્યકતા છે… આપણે પ્રાર્થના કરીએ છીએ… કારણ કે પ્રાર્થના જ સર્વસ્વ છે. સ્નેહ અને સંભાળ.’

26 ઓગસ્ટે નેપાળમાં આવી તબાહી

26 ઓગસ્ટે નેપાળના ભોટે કોશી નદી વિસ્તારમાં અચાનક આવેલી ભીષણ પૂરે ભારે તબાહી મચાવી. રિપોર્ટ્સ અનુસાર, ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલા પૂર અને કાટમાળે ઘણા વિસ્તારોમાં મકાનો, રસ્તાઓ, પુલો અને હાઈડ્રોપાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું. નેપાળમાં મૃતકોની સંખ્યા શનિવારે 626 સુધી પહોંચી ગઈ હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભોટે કોશી પૂર વિસ્તારમાં ઘણા વિદેશી નાગરિકો ગુમ થયા હોવાની વાત સામે આવી છે. આ યાદીમાં 178 ભારતીય નાગરિકો નોંધાયેલા છે, જેમાં 11 લોકો મળી આવ્યા છે અને 167 હજુ પણ ગુમ હોવાની માહિતી છે.

બોલિવૂડના આ સેલેબ્સે પણ વ્યક્ત કર્યું દુઃખ

તમને જણાવી દઈએ કે નેપાળની આ તારાજી પર અમિતાભ બચ્ચન એકમાત્ર બોલિવૂડ સ્ટાર નથી જેમણે ચિંતા વ્યક્ત કરી હોય. સંજય દત્ત, ફરહાન અખ્તર, ભૂમિ પેડનેકર અને સોનુ સૂદ સહિત ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મદદની ખાતરી આપી છે. ફરહાને આ તારાજીની સામે આવેલી વીડિયો અને તસવીરોને ભયાનક ગણાવી, જ્યારે ભૂમિ પેડનેકર અને સોનુ સૂદે નેપાળની સાથે ઊભા રહેવાની વાત કહી.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News