વિક્કી કૌશલની 'છાવા' ફિલ્મમાં તારાબાઈનો રોલ કરનાર એક્ટ્રેસ Sanchita Ugaleએ જીવન ટૂંકાવ્યું; કારણ હજુ અકબંધ

ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ 14 જૂનના રોજ મુંબઈમાં સુસાઈડ કરી લીધું છે. તેમણે આવું પગલું કેમ ભર્યું, તેની માહિતી હજુ સામે આવી નથી. ફેન્સ આ સમાચાર સાંભળીને આઘાતમાં છે.
ટીવી જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ 14 જૂનના રોજ મુંબઈમાં સુસાઈડ કરી લીધું છે. આ સમાચાર જેવા સામે આવ્યા, ફેન્સ અને સેલેબ્સના હોશ ઊડી ગયા છે. સંચિતાએ આખરે આવું પગલું કેમ ભર્યું, તેને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સંચિતાની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય રહ્યું છે. પરિવાર રડી-રડીને બેહાલ છે. દરેક વ્યક્તિ સ્તબ્ધ છે.
સંચિતાએ ગળેફાંસો ખાધો
સંચિતાએ 'સાજન ઘર', 'કુમકુમ ભાગ્ય', 'વાગલે કી દુનિયા' અને 'દિલવાલી દુલ્હા લે જાયેગી' જેવા શોમાં કામ કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 2020માં આ જ તારીખે સુશાંત સિંહ રાજપૂતનું પણ અવસાન થયું હતું. સંચિતા ટીવી અને ફિલ્મો બંનેમાં પોતાના પાત્રો માટે જાણીતી હતી. તેણે વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'માં પણ કામ કર્યું હતું. તે તારાબાઈના રોલમાં જોવા મળી હતી.
સૌથી વધુ ચોંકાવનારી બાબત સંચિતાની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ છે. મૃત્યુના 19 કલાક પહેલા એક્ટ્રેસે ઈન્સ્ટા પર એક રીલ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે હસતી અને ખુશખુશાલ જોવા મળી રહી હતી. આ વીડિયો જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ થઈ રહ્યો છે કે એક્ટ્રેસ ક્યારેય સુસાઈડ જેવું પગલું ભરી શકે છે.

