VIDEO: 61 વર્ષની ઉંમરે Aamir Khan ત્રીજીવાર કરશે લગ્ન, Gauri Spratt સાથે 5 જુલાઈએ લેશે સાત ફેરા!
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ૫ જુલાઈએ તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરી રહ્યા છે. આ પહેલાં અભિનેતાના બે લગ્ન થયા હતા અને બંને તૂટી ગયા હતા. હવે આમિર ખાને પોતે પોતાના લગ્નની માહિતી શેર કરતા કન્ફર્મ કર્યું છે કે આ સેરેમની ૫ જુલાઈએ તેમના મુંબઈ સ્થિત ઘર પર યોજાશે.
આમિરે ગૌરી સાથે પોતાનો વેડિંગ પ્લાન કર્યો શેર:
બુધવારે 'પ્રીતમ અને પેડ્રો' માટેના એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં અભિનેતાએ જણાવ્યું કે, આ લગ્ન એક પ્રાઇવેટ સેરેમની હશે, જેમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ સામેલ થશે. તેમણે કહ્યું, "લગ્ન ૫ જુલાઈએ થઈ રહ્યા છે, આ એક ખૂબ જ પ્રાઇવેટ ફંક્શન છે જે ઘર પર જ આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે. અમારા બંને પરિવારોના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો આમાં હાજર રહેશે. અમે તેને સાદગીથી ઘર પર જ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અમે આપ સૌના આશીર્વાદ અને દુઆઓ ઈચ્છીએ છીએ. પ્લીઝ અમને આશીર્વાદ આપો અને પ્રાર્થના કરો કે અમે ખુશ રહીએ અને અમારી આગળની સફર શાનદાર રહે."
આમિરે પોતાના 60માં બર્થડે પર ગૌરી સાથેનો સંબંધ કન્ફર્મ કર્યો હતો:
જણાવી દઈએ કે, આમિર ખાને આ વર્ષની શરૂઆતમાં પોતાના ૬૦માં જન્મદિવસ પર પહેલીવાર મીડિયા સમક્ષ ગૌરી સ્પ્રેટનો પરિચય કરાવ્યો હતો અને પબ્લિકલી પોતાના સંબંધોની પુષ્ટિ કરી હતી. તાજેતરમાં જ તેમણે 'વેરાયટી ઇન્ડિયા'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું હતું કે તેઓ બંને લગ્ન કરવા માટે તૈયાર છે.
આમિર ખાનના ગૌરી સાથે ત્રીજા લગ્ન હશે:
આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જેનાથી તેમને બે બાળકો જુનૈદ ખાન અને ઇરા ખાન છે. જો કે, ૨૦૦૨માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ આમિર ખાને ફિલ્મ મેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને એક દીકરો આઝાદ છે. વર્ષ ૨૦૨૧માં તેઓ પણ પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા હતા. હવે આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્નગ્રંથિથી જોડાશે.
ગૌરીને પણ તેમના અગાઉના લગ્નથી એક દીકરો છે. મૂળ બેંગલુરુની રહેવાસી ગૌરી સ્પ્રેટનું બેકગ્રાઉન્ડ ફેશન અને એન્ટરપ્રિન્યોરશિપનું રહ્યું છે. તેમણે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ 'આમિર ખાન પ્રોડક્શન્સ' સાથે જોડાયેલા છે.

