Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aamir Khan slips! Fans are shocked to see what he did standing up at the age of 60

VIDEO: આમિર ખાન લપસી પડ્યો! 60ની ઉંમરે ઊભા થઈને જે કર્યું તે જાઈને ફેન્સ હેરાન થઈ ગયા

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુપરસ્ટાર આમિર ખાન શનિવારે મુંબઈમાં આયોજિત વર્લ્ડ પિકલબોલ લીગ 2026માં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચાહકો સાથે મેચ રમી હતી. મેચ દરમિયાન કોર્ટ પર લપસી જવાને કારણે દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, પોતાની રમતગમતની ભાવના જાળવી રાખીને આમિર તરત જ ઊભા થઈ ગયા, સ્મિત આપ્યું અને રમત ચાલુ રાખી, જેનાથી ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓનલાઈન પણ આમિરના ચાહકો તરત જ તેમના ખબર-અંતર પૂછવા લાગ્યા હતા.

App Store

શનિવારે આમિર ખાન મુંબઈના જીઓ વર્લ્ડ ગાર્ડનમાં ત્રણ ચાહકો સાથે મેચ રમવા માટે વર્લ્ડ પિકલબોલ લીગની બીજી સીઝનમાં જોડાયા હતા. શનિવારે આ લીગની બે સેમીફાઈનલ મેચો રમાઈ હતી. આમિરે ફેન્સ સાથે બે મેચ રમી હતી. આ ઈવેન્ટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એક ખાસ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

વાયરલ વીડિયોમાં આમિર રમી રહ્યા હોવાનું દેખાય છે. શોટ પરત કરવા માટે કોર્ટ પર આગળ વધતા જ અચાનક તેમનું સંતુલન બગડે છે અને તેઓ લથડાઈને પડી જાય છે. થોડીવાર જમીન પર પટકાયા પછી, તેઓ તેમના સાથી ખેલાડીની મદદથી ઊભા થાય છે. ત્યારબાદ અભિનેતા સંભાળીને હસતા હસતા ઊભા થાય છે અને ફરીથી રમવા લાગે છે.

ચાહકોને થઈ ચિંતા

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક ફેને લખ્યું- 'ઓહ તેરી!', તો બીજાએ લખ્યું- 'ફિટનેસ અદ્ભુત છે.' એકે કોમેન્ટ કરી- 'આ ઉંમરે તો ઘણા લોકો જમીન પર પગ પણ નથી મૂકતા.' અન્ય એક ચાહકે કહ્યું- 'તેઓ કેટલા સ્થિર છે. ખરાબ ફૂટવર્કને કારણે તેઓ પડી ગયા.' એકે કહ્યું- 'આશા છે કે તેઓ હવે ઠીક હશે.'

આમિરની 'હેપ્પી પટેલ' ફ્લોપ રહી

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર તાજેતરમાં ફિલ્મ 'હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ'માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા, જેના તેઓ નિર્માતા પણ હતા. વીર દાસની આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર તેનું પ્રદર્શન નબળું રહ્યું. આ ફિલ્મ 16 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર માત્ર ₹7.35 કરોડ જ કમાઈ શકી હતી. રજનીકાંતની ફિલ્મ 'કૂલી'માં પણ તેમનો કેમિયો હતો.

'સિતારે જમીન પર' પછી આમિરનું કામ

આમિર છેલ્લીવાર ગયા વર્ષે 'સિતારે જમીન પર'માં લીડ રોલમાં મોટા પડદા પર જોવા મળ્યા હતા. 'સિતારે જમીન પર' એ વિશ્વભરમાં ₹267.52 કરોડની કમાણી કરી હતી. તેમના આગામી પ્રોડક્શન 'એક દિન'માં તેમનો પુત્ર જુનૈદ ખાન સાઈ પલ્લવી સાથે જોવા મળશે, જેનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું છે. અભિનેતાએ હજુ સુધી તેમના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી, પરંતુ તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ હવે એક્ટિંગ પર ધ્યાન આપવા માંગે છે અને તેમના પ્રોડક્શન હાઉસની જવાબદારીઓ નવા સીઈઓને સોંપવા માંગે છે.