Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aamir Khan reacts for the first time on the controversy with Faisal

ફૈઝલ સાથેના વિવાદ પર પહેલીવાર આમિર ખાને આપી પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ફૈઝલ સાથેના વિવાદ પર પહેલીવાર આમિર ખાને આપી પ્રતિક્રિયા
સોર્સ : GSTV

આમિર ખાનના ભાઈ અને 'મેલા' ફેમ અભિનેતા ફૈઝલ ખાને મિસ્ટર પરફેક્શનિસ્ટ પર તેની માનસિક તબિયત ખરાબ કરવા અને કરિયર બગાડવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તાજેતરમાં આમિર ખાને આ વિવાદ પર પોતાની ચુપકીદી તોડી છે.

App Store

આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી તેના ભાઈ ફૈઝલ ખાન સાથે ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષે ફૈઝલ ખાને આમિર પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં કેદ રાખવા અને પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેનું કરિયર બગાડવાનો સમાવેશ થાય છે.

હવે પહેલીવાર આમિરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા ફૈઝલના તે નિવેદન બાદ આવી છે જેમાં તેણે પરિવાર સાથે સંબંધો તોડી નાખવાની વાત કરી હતી.

ફૈઝલના આરોપો પર આમિર ખાને વ્યક્ત કર્યું દુઃખ

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું કે, "શું કરીએ? આ જ મારું નસીબ છે." તેણે આગળ કહ્યું, "તમે દુનિયા સામે લડી શકો છો, પણ પોતાના પરિવાર સામે કેવી રીતે લડી શકો?"

ફૈઝલે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ 'મેલા' બાદ તેમના સંબંધો વણસ્યા હતા. આ અંગે આમિરે સ્વીકાર્યું કે તેણે આ ફિલ્મ તેના ભાઈ માટે કરી હતી. ફિલ્મની નિષ્ફળતા પર દુઃખ વ્યક્ત કરતા તેણે કહ્યું, "મારી દરેક ફિલ્મ મારા માટે ખૂબ મહત્ત્વની છે. મેલાની નિષ્ફળતાની અસર મારા પર ચોક્કસ પડી હતી. તે ફૈઝલ માટે મુશ્કેલ હતું, પણ મારા માટે પણ એટલું જ અઘરું હતું. અમે બધા નિરાશ થયા હતા."

'મેલા' બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા

ધર્મ દર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મેલા' 7 જાન્યુઆરી 2000ના રોજ રિલીઝ થઈ હતી. ફૈઝલે જણાવ્યું હતું કે આ ફિલ્મને બનતા ચાર વર્ષ લાગ્યા હતા અને તે સમય તેના માટે ઘણો સંઘર્ષમય હતો.

ફૈઝલે એમ પણ કહ્યું હતું કે, "આમિર તે સમયે મારા માટે ફિલ્મ શોધી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ કોઈ ફૈઝલને ફિલ્મમાં એકલો લેવા તૈયાર નહીં થાય, તેથી તેણે સાથે મળીને ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો."