Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Why is National Education Day celebrated on 11th November

દર વર્ષે 11 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે National Education Day? જાણો તેની પાછળનું કારણ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દર વર્ષે 11 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે National Education Day? જાણો તેની પાછળનું કારણ
સોર્સ : GSTV

દર વર્ષે 11 નવેમ્બરે દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day) ઉજવવામાં આવે છે. તે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિતે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભવિષ્યને ઘડવામાં શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરે છે. મૌલાના અબુલ કલામ આઝાદના વિચારોએ આજે આપને જ આધુનિક ભારતીય શિક્ષણ જોઈ રહ્યા છીએ તેનો પાયો નાખ્યો હતો. તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા દરેકને યાદ અપાવે છે કે શિક્ષણ ફક્ત એક નીતિ નથી - તે બધા માટે તકો પૂરી પાડવાનું વચન છે.

App Store

1888માં જન્મેલા આઝાદ એક વિદ્વાન, લેખક અને સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે શિક્ષણને ભારતના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેના સેતુ તરીકે જોયું. જ્યારે તેમણે સ્વતંત્ર ભારતમાં શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો, ત્યારે તેમની સામે એક એવો દેશ હતો, જ્યાં સાક્ષરતા ઓછી હતી અને તકો અસમાન હતી. તેમનો જવાબ સરળ પણ મહત્વાકાંક્ષી હતો - દરેક બાળકે શાળાએ જવું જોઈએ અને પુખ્ત વયની વ્યક્તિને શીખવાની તક મળવી જોઈએ.

તેઓ દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન હતા

મૌલાના અબુલ કલામ આઝાદે 1947થી 1958 સુધી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. સપ્ટેમ્બર 2008માં, ભારત સરકારે શિક્ષણ અને સંસ્થા નિર્માણમાં મૌલાના અબુલ કલામના યોગદાનને માન આપવા માટે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day) તરીકે જાહેર કર્યો.

આજે ભારતીય શિક્ષણને વ્યાખ્યાયિત કરતી ઘણી સંસ્થાઓ તેમના કાર્યકાળ દરમિયાન સ્થાપિત થઈ હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને પ્રથમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) એ ઉચ્ચ શિક્ષણનું આયોજન અને મજબૂતીકરણ કરવાની તેમની યોજનાનો ભાગ હતા.