VIDEO: UPSC NDA 2નું ફાઈનલ પરિણામ જાહેર થયું, આ રીતે કરી શકો છો ચેક
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC NDA 2 2025 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ, upsc.gov.in ની મુલાકાત લઈને તેમના પરિણામો ચેક કરી શકે છે. કુલ 742 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે.
કેવી રીતે ચેક કરવું પરિણામ?
- પરિણામ ચે કરવા માટે પહેલા UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in ની મુલાકાત લો.
- ત્યારબાદ, હોમપેજ પર ઉપલબ્ધ 'UPSC NDA II Final Result 2025' લિંક પર ક્લિક કરો.
- હવે અલગ વિંડોમાં એક PDF ફાઈલ ખુલશે, જે ઉમેદવારોને તેમના પરિણામો જોવાની મંજૂરી આપશે.
- આ PDF ફાઈલ ડાઉનલોડ કરી લો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કાઢી લો.
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ના 156મા કોર્સ અને ઈન્ડિયન નેવલ એકેડેમી (INAC) ના 118મા કોર્સના આર્મી, નેવી અને એરફોર્સ વિંગમાં પ્રવેશ માટે કુલ 742 ઉમેદવારો લાયક ઠર્યા છે. પસંદ કરાયેલા ઉમેદવારોમાં 651 પુરુષ ઉમેદવારો અને 91 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
લેખિત પરીક્ષા 14 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ત્યારબાદ SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. પસંદગીના બંને તબક્કાઓ પર વિચાર કર્યા પછી ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

