Exam Tips / આજે છે NEET UG 2025ની પરીક્ષા, ઉમેદવારોએ રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન
આજે દેશભરમાં NEET UG પરીક્ષા યોજાવાની છે. NEET પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા એક

આજે દેશભરમાં NEET UG પરીક્ષા યોજાવાની છે. NEET પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા એક જ શિફ્ટમાં કરવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. આ પરીક્ષામાં લાખો ઉમેદવારો બેસશે. આ પરીક્ષા માટે ઉમેદવારો માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ પણ જારી કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ
- ઉમેદવારોએ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવો જોઈએ જેથી તેમને પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
- ઉમેદવારોએ પોતાનું એડમિટ કાર્ડ પોતાની સાથે રાખવું પડશે. એડમિટ કાર્ડ વિના પ્રવેશ નહીં આપવામાં આવે.
- ઉમેદવારોએ એડમિટ કાર્ડ સાથે આઈડી કાર્ડ પણ સાથે રાખવું પડશે.
- ઉમેદવારોએ રિપોર્ટિંગ સમયથી પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જોઈએ, જેથી ઉમેદવારોને કોઈપણ અસુવિધા વિના યોગ્ય તપાસ માટે પૂરતો સમય મળી શકે.
- ઉમેદવારો માટે પરીક્ષા હોલમાં પ્રવેશવાનો છેલ્લો સમય બપોરે 1:30 વાગ્યાનો છે. ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં આ સમય સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો આવશ્યક છે.
- ઉમેદવારોએ તપાસ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્ટાફને સહકાર આપવો જોઈએ.
- ઉમેદવારોએ તેમની સાથે કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો (પ્રતિબંધિત વસ્તુઓ) ન રાખવા જોઈએ.
- પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.
પેપરનું ફોર્મેટ શું છે?
- ફિઝીક્સ - વિભાગ A માંથી 45
- કેમેસ્ટ્રી - વિભાગ A માંથી 45
- બોટની- વિભાગ A થી 45
- ઝુલોજી - વિભાગ A થી 45
- કુલ- 180 પ્રશ્નો
જાહેરાત




