Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Applications for Local Bank Officer Posts in Indian Overseas Banks are open

VIDEO: BANK JOB / ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં લોકલ બેંક ઓફિસરના પદો માટે અરજીઓ શરૂ, આ રીતે કરો અરજી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બેંકમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ઉન્ડિયન ઓવરસીઝ બેંકે 250 લોકલ બેંક ઓફિસરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.iob.in દ્વારા અથવા ડાયરેક્ટ પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

App Store

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

લોકલ બેંક ઓફિસરના પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. વધુમાં, ઉમેદવારની લઘુત્તમ ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે. ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ, 2026થી કરવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે અરજી ફોર્મ ભરવા માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચૂકવી શકાય છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા પોર્ટલ ibpsreg.ibps.in/iobjul26/ ની મુલાકાત લો.
  • હોમ પેજ પર 'રજીસ્ટ્રેશન' પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
  • આ પછી અન્ય વિગતો ભરીને ફોર્મ ભરો.
  • તમારી સહી અને ફોટોગ્રાફ અપલોડ કરો, અને અંતે કેટેગરી મુજબ ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, પ્રિન્ટ કાઢી લો.

આ ભરતીમાં લોકલ બેંક ઓફિસર માટે 250 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. દેશભરના ચાર રાજ્યોમાં નિમણૂકો કરવામાં આવશે. રાજ્ય પ્રમાણે 100 જગ્યાઓ તમિલનાડુ માટે, 50 જગ્યાઓ કર્ણાટક માટે, 50 જગ્યાઓ મહારાષ્ટ્ર માટે અને 50 જગ્યાઓ ગુજરાત માટે અનામત રાખવામાં આવી છે. ભરતી સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.