Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Application process started for SSC SSA recruitment

JOB / SSC SSAની ભરતી માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, 80 હજારથી વધુ મળશે પગાર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
JOB / SSC SSAની ભરતી માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, 80 હજારથી વધુ મળશે પગાર
સોર્સ : gstv

સ્ટાફ સિલેક્શન કમિશને SSC SSA 2026નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. SSC SSA માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 16 જુલાઈ, 2026 સુધી અરજી કરી શકે છે. પરીક્ષા ઓગસ્ટમાં યોજાશે.

App Store

કેટલો પગાર મળશે?

પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 25,500થી 81,100 રૂપિયા સુધીનો પગાર મળશે.

પરીક્ષા પેટર્ન

લેખિત પરીક્ષામાં, ઉમેદવારોને અંગ્રેજી, સામાન્ય  જ્ઞાન વગેરે જેવા વિષયોમાંથી 200 માર્ક્સના 200 MCQ પૂછવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે. દરેક ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ માર્કડનું નેગેટિવ માર્કિંગ પણ હશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ ssc.gov.in ની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • આ પછી, બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
  • ફોર્મ ભર્યા પછી, જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • અંતે, ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ કાઢી લો.

મહત્ત્વપૂર્ણ તારીખો નોટ કરો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 25 જૂન, 2026
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ, રાત્રે 11 વાગ્યા
  • પરીક્ષા: ઓગસ્ટમાં યોજાવાની અપેક્ષા છે