Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Weekly stock market forecast, know how the market will be next week

Business Astro: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Business Astro: શેરબજારનું સાપ્તાહિક ભવિષ્ય, જાણો આવતા અઠવાડિયે કેવું રહેશે બજાર

ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય

App Store

ટ્રમ્પ દ્વારા આ મહિનાની શરૂઆતમાં લાગુ કરાયેલા ટેરિફ પર 90 દિવસની રોક લગાવ્યા બાદ  stock market માં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં કેવું ભવિષ્ય રહેશે તેના વિશે થોડી નજર કરીએ. 

મંગળવાર, તા. 15-04- 2025,  વિશાખા  નક્ષત્ર, તુલા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રો  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, હળદર, સોયાબીન, ગુવારગમ, ગુવારસીડ  પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.  16-4-2025,  અનુરાધા  નક્ષત્ર, વૃશ્ચિક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પાવર, ગેસ, આઇટી, કોમ્પ્યુટર,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, મેન્થા, ધાણા, જીરા, એલચી  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 17-4-2025,  જ્યેષ્ઠા  નક્ષત્ર, વૃશ્ચિક  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફાર્મા, કન્સલ્ટન્સી,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, મકાઇ, સોયાબીન, સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

શુક્રવાર, તા. 18-4-2025

ગૂડ ફ્રાઇડે નિમિત્તે શેરબજાર બંધ રહેશે

સોમવાર, તા. 21-4- 2025,  ઉ.ષા.  નક્ષત્ર. મકર  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ડેરી, ફૂડ, એક્સપોર્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં  તલ, મગફળી, કપાસ, સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે.