Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock market crash! Sensex falls 835 points, Nifty below 23,000

VIDEO: શેરબજારમાં કડાકો! સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય શેરબજાર અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે લાલ નિશાન સાથે ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 835 પોઈન્ટ ગબડીને 77,003.43 પર આવી ગયો હતો; જ્યારે નિફ્ટી 229 પોઈન્ટ ઘટીને 23,997.50 પર પહોંચી હતી.

App Store

શેરબજારમાં રક્તપાત

આંકડા મુજબ, BSE સેન્સેક્સ આજે 77,000 ની સપાટીની નજીક આવી ગયો છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 835 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 24,000 ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે.

સોના-ચાંદીના ભાવમાં કડાકો

માત્ર શેરબજાર જ નહીં, પણ કિંમતી ધાતુઓમાં પણ આજે ગાબડા પડ્યા છે. MCX પર સોનાના ભાવમાં પ્રતિ કિલો અંદાજે 1011 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જે ₹1,50,945 ના સ્તરે પહોંચ્યો છે. જ્યારે ચાંદીમાં વધુ ખરાબ સ્થિતિ જોવા મળી છે. ચાંદીના ભાવમાં 2313 રૂપિયાનો મોટો ઘટાડો આવતા તે ₹2,40,087 ના સ્તર પર કારોબાર કરી રહી છે.

ઘટાડા પાછળના મુખ્ય કારણો

બજારના નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (FII) સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે.