જાણો, GST ઘટાડા બાદ પણ જો ચીજો સસ્તી ન મળે તો શું કરવું!

આવતીકાલે 22 સપ્ટેમ્બર, 2025થી આસો નવરાત્રિના શુભારંભ સાથે દેશભરના લોકોને GSTમાં ઘટાડાની મોટી રાહત મળશે. જેનાથી શેમ્પુ, સાબુ, બેબી પ્રોડક્ટ્સ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી બનશે. GSTના નવા દરોને અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં GST સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે. આ પોર્ટલ પર તમે GST સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.
GST માં ઘટાડાનો લાભ ન મળે તો...
રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન (https://consumerhelpline.gov.in)ના ઈનગ્રામ ( Integrated Grievance Redressal Mechanism) પોર્ટલ પર એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં નેક્સ્ટ જનરેશન GST અર્થાત GSTમાં ઘટાડાનો લાભ ન મળે તો તમે GST સંબંધિત ફરિયાદો નોંધાવી શકો છો. તેમાં એક સબ કેટેગરી પણ છે. જેમાં ઓટોમોબાઈલ, બેન્કિંગ, એફએમસીજી, ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પણ કવર કરવામાં આવ્યા છે.
કૉલ તથા એસએમએસ દ્વારા નોંધાવી શકશો ફરિયાદ
ટોલ ફ્રી નંબર 1915, એનસીએચ એપ, વેબ પોર્ટલ, વોટ્સએપ, એસએમએસ, ઈમેઈલ તથા ઉમંગ એપ મારફત ફરિયાદો નોંધાવી શકો છે. આ સર્વિસ હિન્દી, અંગ્રેજી, તમિલ, બંગાળી, ગુજરાતી અને અસમિયા સહિત 17 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. ફરિયાદ નોંધાયા બાદ તમને એક યુનિક ડોકેટ નંબર આપવામાં આવશે. જેની મદદથી તમે તમારી ફરિયાદ પર ચાલી રહેલી કાર્યવાહી ટ્રેક કરી શકો છો. સમય પર સમાધાન સુનિશ્ચિત કરવા માટે ડેટા સંબંધિત કંપની, સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) તથા અન્ય રેગ્યુલેટર્સનો સંપર્ક સાધી શકો છો.
ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, ફરિયાદ સંબંધિત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને જાણવામાં મદદ મળશે કે, સામાનો પર GST રેટ કટનો ફાયદો મળી રહ્યો છે કે, નહીં. લોકો તેનુ પાલન કરી રહ્યા છે કે નહીં. તેનાથી રિટેલ સ્તરે ટેક્સ રિફોર્મ અસરકારક રીતે લાગુ થશે.
ચીજોના ભાવની તુલના થઈ શકશે
સરકારે વધુ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જેમાં તમે GST લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો. જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે. તેના માટે તમારે સરકારની http:saving

