Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Know how the 8th Pay Commission will affect your salary

8th Pay Commissionની તમારા પગાર પર શું અસર પડશે? જાણો

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
8th Pay Commissionની તમારા પગાર પર શું અસર પડશે? જાણો
સોર્સ : google

8મા પગાર પંચ પછી, કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર 40,000 રૂપિયાથી વધારીને 45,000 રૂપિયા થઈ શકે છે, અને આ સાથે પેન્શનમાં પણ ફેરફાર થશે. સરકારે સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8th central pay Commission (8મા CPC)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. 

App Store

આ નિર્ણયની સરકારી કર્મચારીઓ પર પડશે અસર

સરકારના આ પગલાથી દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના Salary Structure અને Pension પર અસર પડશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના Salary, Pension અને અન્ય ભથ્થાઓની સમીક્ષા કરવા માટે સરકાર દ્વારા સમિતિની રચનાની જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા છે. સાંસદ ટીઆર બાલુ અને આનંદ ભદોરિયાએ સરકારને 8th Pay Commissionની રચના પર અત્યાર સુધી થયેલી પ્રગતિ વિશે પૂછ્યું ત્યારે સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે આ માટે મહત્વપૂર્ણ હિસ્સેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

જ્યારે સરકાર 8મા પગાર પંચને સૂચિત કરશે, ત્યારે તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરાશે. અત્યાર સુધી સરકારે આ માટે કોઈ સમિતિ અને તેના સંદર્ભની શરતો નક્કી કરી નથી. નાણાં મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ અને વિવિધ રાજ્ય સરકારો સાથે ચર્ચા શરૂ કરી છે. આ બેઠકોનો હેતુ કમિશનની રચના માટે જરૂરી સૂચનો એકત્રિત કરવાનો હોય તેવું મનાય છે.

લોકસભામાં સરકારને સાંસદોએ કર્યા પ્રશ્નો

સાંસદ ટીઆર બાલુ અને આનંદ ભદૌરિયાએ લોકસભામાં 8th Pay Commission અંગે સરકારને અમુક પ્રશ્નો પૂછ્યા. જેમાં ઔપચારિક રીતે રચના કરેલ Pay Commissionની વિગત આપવા તેમજ જો ઔપચારિક રીતે ન રચાયું હોય તો 6 મહિના પછી પણ કેમ ન બન્યું તેનું કારણ આપવા કહ્યું. જેના જવાબમાં સરકારે આ માટે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ સહિત રાજ્યો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હોવાનું જણાવ્યું. આ સાથે જ સરકારે જણાવ્યું કે Pay Commissionની રચના માત્ર પગારદાર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ એક મોટી આશા છે. લગભગ 67 લાખ સરકારી પેન્શનરો પણ પગાર માળખામાં કોઈપણ ફેરફારથી પ્રભાવિત થયા છે. અગાઉના પગાર પંચોમાં પેન્શનની ગણતરી માટે ફોર્મ્યુલા અને સુવિધાઓમાં ફેરફારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વખતે પણ આવા કેટલાક ફેરફારોની અપેક્ષા છે.

શુ થશે Pensionમાં ફેરફાર ?

મૂળભૂત પેન્શનમાં Dearness Relief(DR)નો સમાવેશ પેન્શનરોને પણ અસર કરે છે, કારણ કે તેમનું Monthly Pension તેની સાથે જોડાયેલું છે. મૂળભૂત આંકડાઓમાં ફેરફારથી દર મહિને મળનારા Pensionની રકમમાં મોટો ફેરફાર થઈ શકે છે. નિવૃત્ત કર્મચારી સંગઠનોએ પણ હાલના કર્મચારીઓની ચિંતાઓનો પુનરોચ્ચાર કર્યો છે અને પેન્શનની નવી ગણતરી અંગે સરકાર પાસેથી વધુ Transparencyની માંગ કરી છે.

કેટલો થઈ શકે છે પગાર વધારો ?

8th Pay Commission સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નાણાકીય પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. જોકે, Reportમાં કહેવામાં આવ્યું છે કે સરકારી પ્રક્રિયાઓ, જરૂરી મંજૂરીઓ અને બજેટ સંતુલનને કારણે, તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને તે જાન્યુઆરી 2026ની સમયમર્યાદાથી આગળ પણ લંબાઈ શકે તેવી સંભાવના છે.