Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : IRCTC: Bookings for special trains started, new trains announced on these 3 routes, check timing, route and stoppages

IRCTC: સ્પેશિયલ ટ્રેનોની બુકિંગ્સ શરૂ કરી, આ 3 રૂટ પર નવી ટ્રેનની જાહેરાત, ચેક કરો ટાઈમિંગ, રૂટ અને સ્ટોપેજ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IRCTC: સ્પેશિયલ ટ્રેનોની બુકિંગ્સ શરૂ કરી, આ 3 રૂટ પર નવી ટ્રેનની જાહેરાત, ચેક કરો ટાઈમિંગ, રૂટ અને સ્ટોપેજ
સોર્સ : GSTV

IRCTC: દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ, બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા જંકશન અને ઉધના-જયનગર વચ્ચે દોડશે.

App Store

આ વિશેષ ટ્રેનો સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બર 2025ની શરૂઆત સુધી દોડશે અને ઘણા મહત્વપૂર્ણ શહેરો, જિલ્લાઓ અને રાજ્યોને આવરી લેશે.

બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નં. 09095, બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન, 1 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2025 સુધી દોડશે. બાંદ્રા ટર્મિનસથી દર બુધવારે સવારે 11:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:30 વાગ્યે અયોધ્યા કેન્ટ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નં. 09096,

અયોધ્યા કેન્ટ-બાંદ્રા ટર્મિનસ, 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી દર ગુરુવારે રાત્રે 9:00 વાગ્યે ઉપડશે અને બીજા શનિવારે સવારે 6:00 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનઉ અને બારાબંકી, અન્ય સ્ટેશનો પર રોકાશે.

બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા જંકશન સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નં. 09097, બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા જંકશન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન, 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2025 સુધી દર રવિવારે રાત્રે 9:50 વાગ્યે બાંદ્રાથી ઉપડશે અને મંગળવારે રાત્રે 12:30 વાગ્યે લુધિયાણા પહોંચશે. પરત ફરતી ટ્રેન, ટ્રેન નં. 09૦98, લુધિયાણા-બાંદ્રા ટર્મિનસ, 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી દર મંગળવારે સવારે 4:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:20 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન સુરત, વડોદરા, કોટા, નવી દિલ્હી, પાણીપત અને અંબાલા ખાતે રોકાશે.

ઉધના-જયનગર સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નં. 09151, ઉધના-જયનગર સ્પેશિયલ, 30 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 6:45 વાગ્યે ઉધનાથી ઉપડશે અને 1 ઑક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે જયનગર પહોંચશે. પરત આવતી, ટ્રેન નં. 09152, જયનગર-ઉધના સ્પેશિયલ, ઉધનાથી 1 ઑક્ટોબર, 01:00 વાગ્યે ઉપડશે. 3 ઓક્ટોબરે સાંજે 5:45 કલાકે. ટ્રેન સુરત, વડોદરા, પ્રયાગરાજ, આરા, પાટલીપુત્ર, મુઝફ્ફરપુર, દરભંગા અને મધુબની સ્ટેશનો પર ઉભી રહેશે.

 રિઝર્વેશન શરૂ
આ ટ્રેનોમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના ડબ્બા હશે. ટ્રેન નંબર 09151ની બુકિંગ 28 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. જ્યારે ટ્રેન નં  09095, 09096, 09097 અને 09098 માટે રિઝર્વેશન 29 સપ્ટેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને  IRCTC વેબસાઈટ પર શરૂ થશે. યાત્રિક સત્તાવાર રેલવે પોર્ટલ www.enquiry.indianrail.gov.in પર આ ટ્રેનોના ટાઈમિંગ્સ, સ્ટોપેજ, રૂટ અંગે વિગતવાર જાણકારી મેળવી શકો છો