VIDEO: યાત્રાધામ અંબાજીમાં સાતમા નોરતે વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સોર્સ : GSTV
VIDEO: બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં સાતમા નોરતે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ અંબાદી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
વરસાદી માહોલ વચ્ચે અંબાજી મંદિરના ચાચર ચોકમાં વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત અંબાજીના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

