ભારતની Semiconductor Chipનો ડંકો દુનિયાભરમાં વાગશે, 2030 સુધીમાં થશે આટલો Business
સૌ પ્રથમ વખત ભારત Semiconductor Chip બનાવવા જઈ રહ્યું છે જેની જાણ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી Ashwini Vaishnawએ કરી છે. તેમણે કહ્યું છે કે, આ કાર્ય વર્ષ 2025ના અંત સુધીમાં પૂર્ણ થશે. ઉદ્યોગ જગતમાં ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં બેગણાથી પણ વધુ થવાની સંભાવના છે. આમ થવાથી દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે. આ ઉપરાંત, ભારતીય Semiconductor બજાર 2024-2025માં આશરે 45-50 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે 2023માં 38 બિલિયન ડોલર હતું. જેના બિઝનેસના અનુમાન અનુસાર, આગામી વર્ષ 2030 સુધી ભારતીય સેમિકન્ડક્ટર બજાર આશરે 100-100 બિલિયન ડોલર પહોંચવાની શક્યતા છે.
હાલમાં કોણ છે સૌથી મોટો નિકાસકાર
Semiconductorની જરૂરિયાત સરકારી પ્રયાસો અને ઉદ્યોગ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડતા એક વિગતવાર નિવેદનમાં કોવિડ રોગચાળા દરમિયાન પસંદગીના ભૌગોલિક વિસ્તારો પર નિર્ભરતાને કારણે વિવિધ ટેકનોલોજી ક્ષેત્રો, ખાસ કરીને ઓટોમોટિવ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવેલા સંકટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હાલમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશો Semiconductor ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. તાઇવાન વિશ્વના 60 ટકાથી વધુ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે, જેમાં લગભગ 90 ટકા સૌથી અદ્યતન Semiconductorનો સમાવેશ થાય છે.
2030 સુધીમાં એક લાખ અબજ ડોલરનો વ્યવસાય
યુએસ, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાએ સ્થાનિક ચિપ ઉત્પાદનને ટેકો આપવા અને એક જ ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના શરૂ કરી છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ભારત એક મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
1 વર્ષમાં કેટલો થશે Business?
વૈશ્વિક Semiconductor બજાર 2030 સુધીમાં 1 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. જેમાં ભારતનું આગવુ સ્થાન રહેવાની શક્યતા છે. ભારત Semiconductor ઉત્પાદન પુરવઠા શૃંખલાને ઉપકરણ, સામગ્રી-સેવા અને સંશોધન અને વિકાસ (R&D) એમ 3 પ્રાથમિક સ્તંભોમાં મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે.

