Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : India's gold loan market of Rs.18.62 lakh crore, South India leading

VIDEO: ભારતમાં રૂ.18.62 લાખ કરોડનું ગોલ્ડ લોન માર્કેટ, દક્ષિણ ભારત સૌથી આગળ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતમાં સોનું માત્ર ઘરેણાં તરીકે પહેરવા માટે કે પછી તિજોરીમાં રોકાણ તરીકે મૂકી નથી રખાતું, પરંતુ જરૂરિયાતના સમયે નાણાં મેળવવાનું સૌથી મોટું સાધન છે. દેશમાં હાલ રૂ.18.62 લાખ કરોડનું ગોલ્ડ લોન માર્કેટ છે. આશ્ચર્યની વાત એ છે કે આ માર્કેટ પર દક્ષિણ ભારતનું એકચક્રી શાસન છે. સંસદમાં રજૂ થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે દેશની કુલ ગોલ્ડ લોનમાંથી લગભગ 75 ટકા હિસ્સો એકલા દક્ષિણના પાંચ રાજ્યોનો છે. જ્યારે સોનાના વેપારમાં આગળ રહેલું ગુજરાત આ બાબતમાં ઘણું પાછળ છે. આ તફાવત પાછળ લોકોની નાણાકીય ટેવો અને રાજ્યોની અલગ-અલગ વિચારસરણી જવાબદાર છે. 31 માર્ચ, 2026 સુધીના RBI અને સરકારી બૅંકોના ડેટા અનુસાર, દક્ષિણ ભારત સોના પર લોન લેવામાં દેશમાં સૌથી આગળ છે. ગુજરાતમાં સોનાનું રિફાઇનિંગ, દાગીના બનાવવાનું કામ અને સોનાનો વેપાર ખૂબ મોટા પાયે થાય છે, તેમ છતાં લોકો સોના પર લોન લેવામાં ખાસ રસ દર્શાવતા નથી.

App Store