Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian stock markets open green, Sensex and Nifty open higher amid jitters in global markets

VIDEO: વૈશ્વિક બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારમાં ગ્રીન ઓપનિંગ, સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિશ્વભરના શેરબજારોમાં ચાલી રહેલી ભારે તબાહી અને નકારાત્મક વૈશ્વિક સંકેતો (Global Cues) હોવા છતાં, ભારતીય શેરબજારની શરૂઆત આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ગ્રીન સિગ્નલ સાથે મજબૂત થઈ છે.

App Store

સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત (Green Opening)

શુક્રવારે સવારે ટ્રેડિંગ સેશન શરૂ થતાં જ બીએસઈનો સેન્સેક્સ (BSE Sensex) ૧૮૩ પોઈન્ટના ઉછાળા સાથે 77,370 ના સ્તર પર ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈનો નિફ્ટી-૫૦ (NSE Nifty) પણ ૫૪ પોઈન્ટ વધીને 24,127 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો હતો. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ અગાઉના બંધથી આશરે ૧૭ પોઈન્ટ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો, જેણે બજારના પોઝિટિવ ઓપનિંગના સંકેત આપ્યા હતા. આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ માત્ર ૧.૪૪ પોઈન્ટ વધીને 77,186 પર અને નિફ્ટી ૫.૭૫ પોઈન્ટ ઘટીને 24,072 ના સ્તરે સપાટ બંધ રહ્યો હતો.

અમેરિકાથી એશિયા સુધી લાલચોળ બજાર (Global Sell-off)

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક લશ્કરી તણાવ અને સેમિકન્ડક્ટર શેરોમાં (Semiconductor Stocks) આવેલી ભારે વેચવાલીને કારણે વૈશ્વિક બજારો ધબડકો વળ્યા છે.

  • વોલ સ્ટ્રીટ (Wall Street): અમેરિકી બજારમાં આઈટી અને એઆઈ (AI) શેરો તૂટતાં ડાઉ જોન્સ (Dow Jones) ૧૦૫ પોઈન્ટ ઘટીને ૫૨,૫૭૪ પર અને એસએન્ડપી ૫૦૦ (S&P 500) ૦.૬૪ ટકા ઘટીને ૭,૫૪૧ પર બંધ થયા હતા. નેસ્ડેક કમ્પોઝિટ (Nasdaq Composite) ૧.૪૭ ટકાના મોટા ઘટાડા સાથે ૨૫,૮૮૧ ના સ્તરે બંધ થયો હતો.

  • એશિયન માર્કેટ્સ (Asian Markets): એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ (Nikkei 225) ૪.૪૦ ટકા અથવા ૨,૯૦૦ પોઈન્ટના ભારે કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. સૌથી વધુ નુકસાન દક્ષિણ કોરિયાના કોસ્પી (KOSPI) ઇન્ડેક્સને થયું છે, જે એક જ ઝાટકે ૬.૩૭ ટકા જેટલો તૂટી ગયો છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ (Hang Seng) ૧.૬૭ ટકા ડાઉન હતો.

ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર (Geopolitical Tensions)

બજારોમાં આ કડાકો એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે. અમેરિકા-ઈરાન સંઘર્ષની સાથે યમન અને સૌદી અરેબિયા વચ્ચે પણ તણાવ વધ્યો છે. આ લડાઈને કારણે દરિયાઈ વ્યાપાર માટે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) અને બાબ અલ-મંડેબ (Bab al-Mandab) જેવા સાંકડા જળમાર્ગો પર જોખમ વધી ગયું છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી માલવાહક જહાજોની અવરજવર ઠપ થઈ ગઈ છે, જેની સીધી નકારાત્મક અસર ગ્લોબલ ટ્રેડ અને શેરબજારો પર જોવા મળી રહી છે.