2025માં Americaમાં ભારતીય Smartphoneની આયાત 35% થઈ, જાણો શું છે કારણ?

વર્તમાન વર્ષના પ્રથમ 5 મહિનામાં Americaની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો 35% હિસ્સો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં 11% હતો. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે, નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે Americaના વધા રહેલા વેપાર તણાવને પરિણામે Apple દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે.
જાણો Americaની આયાતમાં કેટલો થયો વધારો
2025ના જાન્યુઆરીથી મેના ગાળામાં Americaએ ભારત ખાતેથી 2.13 કરોડ સ્માર્ટફોનની આયાત કરી છે. જે ગયા વર્ષના આ ગાળા કરતા સંખ્યાની દૃષ્ટિ 3 ગણાથી વધુ છે. મૂલ્યની દૃષ્ટિ ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની Americaમાં નિકાસ વાર્ષિક ધોરણે 180% વધી 9.35 અબજ ડોલર પહોંચી ગઈ છે જે 2024ના સંપૂર્ણ વર્ષના આંક કરતા પણ વધુ છે. મૂલ્યની દૃષ્ટિએ Americaમાં સ્માર્ટફોન ભારતની સૌથી મોટો નિકાસનો ભાગ છે.
ભારતમાં એપલના સ્માર્ટફોનના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. એપલના આઈફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી અંદાજે 20% જેટલું ભારતમાં થતું હોવાનું જાણવા મળે છે. હાલના ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં Americaની આયાતમાં ભારતનો હિસ્સો વધી 3.10% પહોંચી ગયો છે. જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં 2.90% હતો. ચીનના હિસ્સામાં 2.70% ઘટાડો જોવા મળ્યો છે. Americaમાં ભારતીય આયાતની દૃષ્ટિ ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા એડવાન્સ ટેકનોલોજીમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે.
Americaની આયાતમાં ચીનનો હિસ્સો ઘટ્યો
અત્યાર સુધી ચીન જે Americaમાં સ્માર્ટફોનનો મોટો પૂરવઠેદાર દેશ રહ્યો હતો તેનો હિસ્સો હવે ઘટી રહ્યો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી મેના ગાળામાં America ખાતે ચીનની સ્માર્ટફોનની નિકાસ 27% ઘટીને 2.94 કરોડ સ્માર્ટફોન રહી છે, જેનું મૂલ્ય 10 અબજ ડોલર જેટલુ છે. મળેલ Data મુજબ Americaની સ્માર્ટફોનની આયાતમાં ચીનનો હિસ્સો જે 2024માં 82% હતો તે ઘટીને 50% પર આવી ગયા હોવાનું જણાય છે.
આ ઉપરાંત, ચીનના કસ્ટમ્સ વિભાગ દ્વારા આપવામાં આવેલ ડેટા પ્રમાણે, America ખાતે નિકાસ કરાયેલા સ્માર્ટફોનની સરેરાશ કિંમત જૂનમાં ગયા વર્ષની સરખામણીએ 45% ઘટી ગઈ છે. જૂનમાં અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસમાં 70% ઘટાડો થયો છે.

