VIDEO/ ખાંડના એક્સપોર્ટ પર ભારત સરકારનો મોટો નિર્ણય, સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ
નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે ખાંડના નિકાસ (Sugar Export) પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ (Ban) મૂકી દીધો છે. સરકારના આગામી આદેશ સુધી આ પ્રતિબંધ ચાલુ રહી શકે છે.
વિદેશ વેપાર મહાનિદેશાલય Directorate General of Foreign Trade (DGFT) દ્વારા બુધવારે મોડી રાત્રે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ સરકાર વધારાના ઉત્પાદનની આશાએ મર્યાદિત ખાંડ નિકાસને મંજૂરી આપી રહી હતી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
સરકારએ આ નિર્ણય કેમ લીધો?
સરકારને ભય છે કે જો આવનારો મોનસૂન (Monsoon) સામાન્ય કરતાં નબળો રહેશે અથવા ભૂ-રાજકીય તણાવને કારણે ખાતર (Fertilizer) સપ્લાય પર અસર પડશે, તો દેશની શૂગર બેલેન્સ શીટ બગડી શકે છે.
2025-26 સીઝન માટે દેશનું ખાંડ ઉત્પાદન અંદાજે 275 લાખ ટન રહેવાની શક્યતા છે. જૂના સ્ટોકના 50 લાખ ટન ઉમેરતા કુલ ઉપલબ્ધતા 325 લાખ ટન સુધી પહોંચે છે. બીજી તરફ, ઘરેલુ વપરાશ (Domestic Consumption) લગભગ 280 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ સ્થિતિમાં સીઝનના અંતે માત્ર 45 લાખ ટનનો સ્ટોક બચશે, જે 2016-17 પછીનો સૌથી નીચો સ્તર ગણાય છે.
સરકારે આ “પાતળા બફર સ્ટોક”ને ધ્યાનમાં રાખીને આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.
કયા ક્ષેત્રોને મળશે છૂટ?
DGFTએ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં આ પ્રતિબંધ લાગુ નહીં પડે.
- યુરોપિયન યુનિયન European Union (EU) અને અમેરિકા United Statesને ‘પ્રિફરેનશિયલ ક્વોટા’ (Preferential Quota) હેઠળ નિકાસ ચાલુ રહેશે.
- અન્ય દેશોની ફૂડ સિક્યુરિટી (Food Security) જરૂરિયાત માટે ભારત સરકાર વિશેષ મંજૂરી આપી શકે છે.
- 13 મે પહેલા જ લોડિંગ શરૂ થઈ ગયું હોય અથવા માલ કસ્ટમ્સને સોંપી દેવામાં આવ્યો હોય તો તે કન્સાઇનમેન્ટ પર પ્રતિબંધ લાગુ નહીં પડે.
વેપારીઓ અને મિલો માટે વધશે મુશ્કેલી
ભારત સરકારે અગાઉ 15.9 લાખ ટન ખાંડ નિકાસને મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ ટનના સોદા થયા હતા, જેમાંથી માત્ર 6 લાખ ટન જ શિપ થઈ શક્યા છે. હવે અચાનક લાગેલા પ્રતિબંધથી શુગર મિલો અને ટ્રેડર્સ (Traders) માટે કાનૂની તેમજ આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં વધારો
ભારતના આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી છે. ન્યૂયોર્કમાં કાચી ખાંડના વાયદા ભાવ (Futures Price)માં લગભગ 2 ટકા વધારો નોંધાયો છે, જ્યારે લંડનમાં સફેદ ખાંડના ભાવમાં 3 ટકા સુધી તેજી જોવા મળી છે.
ભારત India બ્રાઝીલ Brazil પછી વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ માનવામાં આવે છે.

