VIDEO: ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ!
સોર્સ : gstv
ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ ત્રીજો ભાવવધારો છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સૈન્ય અસ્થિરતા આપણા રસોડા અને પ્રવાસના બજેટને કેવી રીતે પ્રભાવિત કરે છે. નવા દરો મંગળવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. માત્ર 11 દિવસના ગાળામાં આ ત્રીજો ઝટકો છે. આ પહેલા શનિવારે પ્રતિકિલો રૂ. 1 અને 15 મેના રોજ રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 15મે થી અત્યાર સુધીમાં સીએનજી પૂરા 5 રૂ. મોંઘું થઈ ચૂક્યું છે.

