VIDEO / મધ્ય પૂર્વના સંઘર્ષોએ સાબિત કર્યું છે કે ઉર્જા અને ડિજિટલ સુરક્ષા હવે રાષ્ટ્રીય શક્તિના પાયા- ગૌતમ અદાણી
સોર્સ : gstv
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મધ્ય પૂર્વના સંઘર્ષોએ સાબિત કર્યું છે કે ઉર્જા અને ડિજિટલ સુરક્ષા હવે રાષ્ટ્રીય શક્તિના પાયા છે. અદાણીના મતે, જે દેશ પોતાની ઉર્જા અને ઈન્ટેલિજન્સ પર નિયંત્રણ રાખશે, તે જ આગામી સદીનું નેતૃત્વ કરશે. તેમણે ઉમેર્યું કે, 1947માં મળેલી રાજકીય આઝાદી બાદ હવે 21મી સદીમાં સાચી સ્વતંત્રતાનો અર્થ ઉર્જા અને બુદ્ધિમત્તા પર પોતાનું સ્વામિત્વ હોવું તે છે. અમેરિકા અને ચીન આ રણનીતિને ઊંડાણપૂર્વક સમજી ચૂક્યા છે. કોઈપણ રાષ્ટ્ર જો પોતાની ઉર્જા કે ડેટા માટે અન્ય પર નિર્ભર હોય, તો તે સાચા અર્થમાં આત્મનિર્ભર કહી શકાય નહીં. ભારત માટે આ નવી ભૌગોલિક-રાજકીય શક્તિ પ્રાપ્ત કરવી અનિવાર્ય છે.

