Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Crude oil prices plunge; Gold, silver and platinum markets see sharp fluctuations

ક્રૂડતેલના ભાવ ગગડ્યા; સોના-ચાંદી અને પ્લેટિનમ બજારમાં જોરદાર વધઘટ

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ક્રૂડતેલના ભાવ ગગડ્યા; સોના-ચાંદી અને પ્લેટિનમ બજારમાં જોરદાર વધઘટ
સોર્સ : gstv

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. ચાંદીમાં બેતરફી વધઘટ વચ્ચે ભાવ ઘટાડો આગળ વધ્યો હતો. પ્લેટીનમમાં પણ ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધની મડાગાંઠ ઉકેલાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. 

App Store

જો કે યુક્રેન દ્રાવા રશિયાની મોટી ઓઈલ રિફાઈનરી પર હુમલો કરાયાના સમાચાર વચ્ચે ક્રૂડતેલ બજારમાં અજંપો પણ જણાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ભાવ શાંત હતા. અમદાવાદ સોનાના ભાપવ ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના નીચામા૩ં ૪૩૦૬ તથા ઉંચામાં ભાવ ૪૩૪૯ થઈ ૪૩૩૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ નીચામાં ૬૯.૦૭ તથા ઉંચામાં ભાવ ૭૦.૬૬ થઈ ૭૦.૫૭થી ૭૦.૫૮ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બેરલના ભાવ બ્રેન્ટ ક્રૂડના ૮૩.૦૯ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૮૦.૭૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૦.૩૨થી ઘટી ૭૮.૧૪ થઈ ૭૮.૩૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, અએબુધાબીની નેશનલ ઓઈલ કંપનીએ એશિયાના દેશોને આશરે ૩ કરોડ બેરલ્સ ક્રૂડ ઓઈલ વેંચ્યાના સમાચાર હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૦૬૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૬૬૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૨૦૦૦ ઘટયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૭૦૬૭ ખુલી રૂ.૨૪૯૧૭૯ બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૫૦ તથા ઉંચામાં ૧૮૧૭ થઈ ૧૮૧૬ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૨૬ થઈ ૧૩૬૭થી ૧૩૬૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ ઘટયા પછી ફરી વધ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦૦૨૭ ખુલ્યા પછી ભાવ રૂ.૬૩૮૨૭ના મથાળે બંધ રહ્યા હતા.