Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Credit card holders beware! Rules will change from April 1, know how this will affect your pocket

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર આની શું થશે અસર

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શું તમે રોજ-બરોજના ખર્ચ માટે કે ઓનલાઈન શોપિંગ કે ટેક્સના ચૂકવણા માટે ક્રેડિક કાર્ડનો ઉપયોગ કરો છો? તો 1 એપ્રિલ 2026થી ઘણા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ ઈન્કમ ટેક્સ રૂલ્સ 2026માં ક્રેડિટ કાર્ડ સંબંધિત પાંચ મોટા ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. છેલ્લી મંજૂરી બાદ આ નિયમો 1962ના જૂના નિયમોની જગ્યા લઈ લેશે. તેવામાં જાણી લો કે આ ફેરફારથી તમારા ખિસ્સા પર કેટલી અસર થશે.

App Store

1. મોટા ક્રેડિટ કાર્ડ બિલ પર થશે કડક રિપોર્ટિંગ

નવા ડ્રાફ્ટ મુજબ, જો નાણાકીય વર્ષમાં તમારા એક કે વધુ ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 10 લાખ કે તેથી વધુની ચૂકવણી(કેશ છોડીને) થઈ હોય તો બેન્ક કે કાર્ડ ઈસ્યુ કરનારી કંપનીએ તેની જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગને આપવી પડશે. જો 1 લાખ કે તેથી વધુની ચૂકવણી રોકડ સ્વરૂપે કરવામાં આવી હોય તો તેનું રિપોર્ટિંગ કરવું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમનો ઉદ્દેશ્ય મોટા લેણદેણ પર બાજ નજર રાખવાનો તેમજ ટેક્સના નિયમનું મજબૂત પાલન થાય તેવો  છે. 

2. પાનકાર્ડ બનાવતા સમયે કામ આવશે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ

ક્રેડિટ કાર્ડ કઢાવ્યાને ત્રણ મહિના થયા હશે તો પણ સ્ટેટમેન્ટ રહેઠાણ પ્રમાણ(Address Proof)ના રૂપે સ્વીકારવામાં આવશે. આથી નવું પાનકાર્ડ કઢાવવા ઈચ્છિત લોકોને વધારે સુવિધા મળશે. તેમજ ડોક્યુમેન્ટ પ્રક્રિયામાં સરળતા રહેશે

3. ટેક્સની ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડને મંજૂરી

હવે ઈન્કમ ટેક્સ વિભાગે ઓનલાઈન ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડને પણ માન્યતા આપી છે, ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ હશે. પહેલા માત્ર ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ તેમજ અન્ય વિકલ્પો ઉપલબ્ધ હતા. આ ફેરફારથી કરદાતાઓને ચૂકવણીમાં લચીલાપણું મળશે. જો કે વ્યાજ અને ચાર્જિસનું ધ્યાન રાખવું પડશે. 

4. કંપનીએ આપેલા ક્રેડિટ કાર્ડ પર ટેક્સ નિયમ

જો કોઈ કર્મચારીને કંપની તરફથી ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે તો તેના પર થયેલા ખર્ચની ચૂકવણી કંપની કરે છે. તેવા કિસ્સામાં તેને પરક્વિઝિટ ગણવામાં આવશે અને તેના પર ટેક્સ લાગી શકે છે. જો કે ખર્ચ સંપૂર્ણરીતે ઓફિસના કામ માટે છે અને કંપની પાસે તેનું રેકોર્ડ તેમજ પ્રમાણપત્ર છે તો ટેક્સમાં છૂટ મળી શકે છે. 

5. ક્રેડિટ કાર્ડ માટે પાનકાર્ડ નંબર જરૂરી

જો કોઈ બેન્ક કે સંસ્થામાંથી ક્રેડિટ કાર્ડ લેવું હશે તો પાન કાર્ડ નંબર જરૂરી છે. પાન કાર્ડ વગર અરજી માન્ય ગણવામાં આવશે નહીં. આ નિયમનો હેતું મોટા લેણદેણને ટેક્સ સિસ્ટમ સાથે જોડવાનો છે તેમજ ખોટા ખાતાઓમાંથી થતી લેવડ દેવડ પર રોક લગાવવાનો છે. 

શું ખર્ચની રીતે બદલાશે?

આ નિયમોથી સાફ છે કે સરકાર મોટા ક્રેડિટ કાર્ડ લેણદેણ પર બાજ નજર રાખવાના મૂડમાં છે. સાથે જ ડિજિટલ પેમેન્ટને વધારવા તેમજ સિસ્ટમમાં પારદર્શિતા પર પણ જોર આપવામાં આવ્યું છે. જો તમે મોટા ખર્ચ ક્રેડિટ કાર્ડ દ્વારા કરો છો તો હવે ખર્ચની રીત બદલવી પડી શકે તેમજ રેકોર્ડ અને ટેક્સ પ્લાનિંગ પર ખાસ ધ્યાન આપવું પડશે.