BUDGET 2026/ 'ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર', નાણામંત્રીના ભાષણની મોટી વાતો

સોર્સ : GSTV
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને આજે લોકસભામાં મોદી સરકાર 3.0 ના કાર્યકાળનું ત્રીજું અને પોતાના કાર્યકાળનું ૯મું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆતમાં જ નાણામંત્રીએ ભારતીય અર્થતંત્રની મજબૂતીનો હુંકાર ભર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત ખૂબ જ જલ્દી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા જઈ રહ્યું છે.
ભાષણની મુખ્ય હાઈલાઈટ્સ
- આ યુવા-સંચાલિત બજેટ છે, જે ખેડૂતો, ગરીબો અને સામાન્ય માણસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સરકારનું ધ્યાન મહેસૂલ ખાધ ઘટાડવા પર રહ્યું છે. - ઉત્પાદકતા, વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા અને સબકા વિકાસ અને સબકા સાથ તરફ કામ કરવા પર છે.
- માળખાગત વિકાસ મુખ્ય છે અને રોકાણ આકર્ષવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રોજગાર સર્જન અને વ્યવસાયિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
- સરકારનું ધ્યાન જાહેર રોકાણ પર છે, જે ત્રણ મુખ્ય આર્થિક વિકાસ ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- EMS PLI ને ₹40,000 કરોડ સુધી વધારવાનો પ્રસ્તાવ.
- તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં દુર્લભ પૃથ્વી ખનિજો માટે કોરિડોર બનાવવામાં આવશે.
- MSME ગ્રોથ ફંડ માટે ₹10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- સીતારમણે કહ્યું, "અમે ISM 2.0 શરૂ કરી રહ્યા છીએ. આ સેમિકન્ડક્ટર ઉત્પાદનને વેગ આપશે."
- ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ₹40,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
-
ભારત 'VISTAAR' કાર્યક્રમની શરૂઆત કરાશે
- મહિલાઓ માટે SHE માર્ટ બનાવાશે, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
- મત્સ્ય પાલન માટે 500 અમૃત જળાશયનો પ્રસ્તાવ
- નવી રાષ્ટ્રીય ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ
- દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ કરાશે
- ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ ટ્રેલ બનશે
- 10000 ગાઈડ માટે ટ્રેનિંગ સેન્ટર બનશે
- આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં બર્ડ ટ્રેલ બનશે
- લોથલ-ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરાશે
- આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી
- મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે.
- મેગા ટેક્સટાઈલ પાર્ક ઊભા કરાશે
- મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે
- 200 વારસાઓની કાયાકલ્પ કરાશે.
- 1 હજારથી વધુ ક્લિનિકલ સાઈટ તૈયાર કરાશે
- ટીયર-2 અને ટીયર-3ના શહેરોનો વિકાસ કરાશે
- માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી
- MSMEને પ્રોત્સાહિત કરવા 10000 કરોડની ફાળવણી
- ગ્લોબલ બાયો ફાર્મા સેન્ટર માટે 10000 કરોડની ફાળવણી
- વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે
- દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે
- દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે.
- 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે
- 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકાશે
- એનઆરઆઈ હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે
- PROIમાં રોકાણની મર્યાદા 10 ટકાથી વધારી 20 ટકા કરાઈ.
- AI મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે.
- 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે.
- દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIA બનશે.
- કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે.
- જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે.
- દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરાશે.
- મહિલાઓ માટે SHEની જાહેરાત
- નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહાય આપીને ચેમ્પિયન બનાવાશે
- ઇક્વિટી સપોર્ટ
- ₹10,000 કરોડનું સમર્પિત SME વિકાસ ભંડોળ શરૂ કરાશે.

