Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર / બજેટ ૨૦૨૫ : Budget 2025/ Zero tax on income up to Rs 12 lakh, understand this tax slab easily

Budget 2025/ 12 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ, આ સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
Budget 2025/ 12 લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ, આ સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

મધ્યમવર્ગને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતાં હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન  હતો. ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારામાં આવી છે. રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. કલમ 87 એ હેઠળ ટેક્સ રિબેટ રૂ. 25000 વધારી રૂ. 60000 કરવામાં આવી છે.

App Store

ટેક્સ સ્લેબ

નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં જાહેરાત કરી હતી કે, મને જણાવતા આનંદ થાય છે કે, હવે 12 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ટેક્સ રેટ સ્ટ્રક્ચર નીચે મુજબ અનુસરવામાં આવશે. ઝીરોથી ચાર લાખની આવક પર ઝીરો, 4.8 લાખથી આઠ લાખની આવક પર 5 ટકા, આઠથી 12 લાખ સુધીની આવક પર 10 ટકા, 12થી 16 લાખની આવક પર 15 ટકા, 16થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા, 20થી 24 લાખની આવક પર 25 ટકા, જ્યારે 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જેમાં રૂ. 75000 સુધીનુ સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.

સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

આવકવેરાની કલમ 87 (A) હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા રૂ. 25000થી વધારી રૂ. 60000 કરવામાં આ છે. જેમાં જુદા-જુદા સ્રોતો મારફત થતી આવક પર ટેક્સ રિબેટ અલગ-અલગ છે. જ્યારે કેપિટલ ગેઈન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ મળતો નથી. અર્થાત ચારથી આઠ લાખ, આઠથી 12 લાખ સુધીની આવક પર 5 ટકા  અને 10 ટકા ટેક્સ સ્લેબ લાગુ છે. પરંતુ ટેક્સ રિબેટના લીધે ઝીરો ટેક્સ ભરવાનો થશે. તેમાં પણ પગારધારકોને રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હોવાથી તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.