Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર / બજેટ ૨૦૨૫ : Nirmala Sitharaman's biggest announcement for the middle class

Budget-2025: મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણની સૌથી મોટી જાહેરાત કરી, 12 લાખ સુધીની વાર્ષિક કમાણી પર કોઇ ટેક્સ નહીં

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
Budget-2025: મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણની સૌથી મોટી જાહેરાત કરી, 12 લાખ સુધીની વાર્ષિક કમાણી પર કોઇ ટેક્સ નહીં

મધ્યમ વર્ગ માટે નિર્મલા સીતારમણે બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે.   12 લાખ સુધીની વાર્ષિક કમાણી પર કોઇ ટેક્સ નહીં લાગે. નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે TDS-TCSમાં ઘટાડો થશે.

App Store

બજેટમાં સીનિયર સિટિઝન માટે મોટી રાહત

ITR અને ટીડીએસની સીમા વધારવામાં આવી છે. TDSની સીમા વધારીને 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ ડિડક્શનમાં વૃદ્ધો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ચાર વર્ષ સુધી રિટર્ન ભરી શકશે. સીનિયર સિટિઝનને ટેક્સ પર છૂટ ડબલ કરવામાં આવી છે.

ઇન્કમટેક્સ કાયદામાં સુધારો


નાણામંત્રીએ કહ્યું કે નવા આવકવેરા કાયદામાં કલમો અને શબ્દો ઘટાડવામાં આવશે જેથી લોકોને સમજવામાં સરળતા રહે. તેમણે કહ્યું કે નાગરિકો ઈચ્છે છે કે શાસન વ્યવસ્થા સારી હોય.

- 0-4 લાખ સુધી કોઇ ટેક્સ નહીં
- 4-8 લાખ સુધી 5 ટકા ટેક્સ
- 8-12 લાખ સુધી 10 ટકા ટેક્સ
- 12-16 લાખ સુધી 15 ટકા ટેકસ
- 16-20 લાખ સુધી 20 ટકા ટેક્સ


રાષ્ટ્ર નિર્માણમાં સંતુલન જળવાય. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સરકાર દેશના વિકાસ માટે પગલાં લઈ રહી છે. અમે એવા પગલાં લીધા છે કે દેશ આગળ વધી રહ્યો છે અને લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી છે. વ્યક્તિગત આવકવેરા સુધારા પણ તેમાંના એક છે.