Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Big jump in gold and silver from Fed Reserve's hint of interest rate hike; flutter among investors

VIDEO: ફેડ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતથી સોના-ચાંદીમાં મોટો કડાકો; રોકાણકારોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોના અને ચાંદીના રોકાણકારો માટે શુક્રવારનો દિવસ ભારે ઉથલપાથલ ભરેલો રહ્યો. સતત વધતા ભાવ વચ્ચે અચાનક એવા સમાચાર આવ્યા કે બુલિયન માર્કેટમાં મોટી વેચવાલી શરૂ થઈ ગઈ. MCX પર સોનાના ભાવમાં તેના રેકોર્ડ હાઈથી 4,000 રૂપિયાથી વધુ અને ચાંદીમાં 9,000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ આંચકા પાછળનું સૌથી મોટું કેન્દ્રબિંદુ વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વનું એક નિવેદન બન્યું છે.

App Store

એમસીએક્સ પર વાયદા બજારની સ્થિતિ

શુક્રવારે કોમોડિટી માર્કેટમાં શરૂઆતમાં ભારે ઘટાડો નોંધાયા બાદ કામકાજના અંત સુધીમાં બજારે થોડી રિકવરી પણ દર્શાવી હતી.

સોનું (5 ઑક્ટોબર વાયદો): કારોબારના અંતે સોનું 2,596 રૂપિયા અથવા 1.63% ઘટીને 1,56,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું.
ચાંદી (4 સપ્ટેમ્બર વાયદો): ચાંદીના ભાવમાં 4,000 રૂપિયા અથવા 1.66% નો ઘટાડો નોંધાયો અને તે 2,36,651 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.
બુલિયન માર્કેટમાં 3 દિવસમાં સોનું 4,700 રૂપિયા ઘટ્યું ( દિલ્હીના બજાર ભાવ )

બજારમાં પણ આ ઘટાડાની સીધી અને મોટી અસર જોવા મળી છે. ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,65,700 પ્રતિ 10 ગ્રામ હતો, જે શુક્રવારે ₹3,300 તૂટીને ₹1,62,400 પર આવી ગયો છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં જ સોનામાં કુલ ₹4,700 એટલે કે લગભગ 3% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે. ચાંદી અગાઉના કારોબારી સત્રના ₹2,50,500 પ્રતિ કિલોના સ્તરથી સીધી ₹5,000 સસ્તી થઈને ₹2,45,500 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ

સોનું: 3.43% તૂટીને 4,504.10 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું.
ચાંદી: 4.57% ના કડાકા સાથે 66.255 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ.
ભાવ તૂટવા પાછળનું મુખ્ય કારણ: અમેરિકાની ફેડરલ બેન્ક વ્યાજદર વધારે તેવી શક્યતા

બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા કેવિન વોર્શનું નિવેદન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. બજારમાં એવી ચર્ચા છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 2 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે.