VIDEO: સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા, WGCએ આપ્યો મોટો સંકેત
સોર્સ : gstv
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં સોનાના ભાવને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3 હજાર 857 ડોલર પ્રતિ ઔંસના સપોર્ટ લેવલને તોડે તો તેમાં મોટો ઘટાડો આવી શકે છે. હાલમાં સોનું લગભગ 4 હજાર 63 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહ્યું છે. WGCના ટેક્નિકલ વિશ્લેષણ મુજબ 3 હજાર 943 ડોલરથી નીચે ભાવ જતા ઘટાડાનો નવો તબક્કો શરૂ થઈ શકે છે. જો 3 હજાર 887 ડોલરનું સ્તર પણ તૂટશે તો સોનું 3 હજાર 500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

