VIDEO: શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, ₹2 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન સાફ; જાણો કારણ
ભારતીય શેરબજારમાં (Indian Stock Market) બુધવારે અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ (Sensex) કડાકા સાથે ૬૦૦ પોઇન્ટ જેટલો તૂટીને ૭૭,૫૬૪ ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી (Nifty 50) પણ ૧૯૦ પોઇન્ટ અથવા ૦.૭૭ ટકા ઘટીને ૨૪,૨૮૦ ની સપાટીએ પહોંચી ગયો છે. જોકે, બેન્ક નિફ્ટી (Bank Nifty) માં મામૂલી તેજી જોવા મળી છે.
આ ભારે ઘટાડાને કારણે BSE ની માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalisation) રૂ. ૨ લાખ કરોડ ઘટીને રૂ. ૪૯૦ લાખ કરોડ થઈ ગઈ છે. મુખ્યત્વે આઈટી સેક્ટર (IT Sector), ઓઇલ એન્ડ ગેસ (Oil & Gas), કન્ઝ્યુમર ગુડ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રના શેરોમાં મોટો કડાકો બોલાયો છે.
શેરબજારમાં કડાકાના મુખ્ય ૨ કારણો
૧. ટાટા ગ્રુપના શેરોમાં મોટો ઘટાડો (Tata Group Shares Down):
ટાટા સન્સ (Tata Sons) ના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનના રાજીનામાના સમાચાર બહાર આવતા જ ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. દિગ્ગજ કંપની TCS ના શેર ૫ ટકા સુધી ગગડી ગયા હતા. આ સિવાય ટાટા મોટર્સ (Tata Motors), ટાઇટન (Titan) અને ટાટા સ્ટીલ (Tata Steel) ના શેરો પણ ૨ થી ૩ ટકા તૂટ્યા હતા.
૨. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને કાચા તેલના ભાવમાં ઉછાળો (Crude Oil Price Rise):
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન પર ફરીથી હુમલો કરવાની અને કડક પ્રતિબંધો લાદવાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક સ્તરે ઉત્તેજના વધી ગઈ છે. આ જિયોપોલિટિકલ તણાવને (Geopolitical Tension) કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent Crude Oil) ની કિંમત પ્રતિ બેરલ $૯૦ ની નજીક પહોંચી ગઈ છે, જેનાથી ફુગાવો (Inflation) વધવાનો ડર ફરી સપાટી પર આવ્યો છે.
કયા શેરોમાં કેટલો ઘટાડો થયો?
TCS: ૫.૦૦% ઘટીને કારોબાર
ટાટા મોટર્સ (પેસેન્જર અને કમર્શિયલ): ૩.૦૦% નો ઘટાડો
ટાઇટન (Titan): ૨.૩૦% નો ઘટાડો
ઇન્ફોસિસ (Infosys): ૨.૦૦% ઘટાડો
અન્ય મોટા શેરો: રિલાયન્સ (Reliance), અદાણી પોર્ટ્સ (Adani Ports) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધ: માત્ર ટાટા કેમિકલ્સ (Tata Chemicals) ના શેરમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો. ઉપરાંત ખાનગી અને સરકારી બેંકો તેમજ મેટલ સેક્ટરમાં (Metal Sector) આંશિક રિકવરી રહી હતી.
ડિસ્ક્લેમર: https://www.gstv.in/ કોઈ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે આઈપીઓ (IPO) માં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અહીં માત્ર સ્ટોક્સ અંગેની માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની (Financial Advisor) સલાહ જરૂર લો.

