VIDEO: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
સોર્સ : gstv
સોના-ચાંદીના ભાવમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 9,151 રૂપિયા ઘટીને 2 લાખ 25 હજાર 545 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જ્યારે તેના રેકોર્ડ હાઈથી ચાંદી હવે લગભગ 1.94 લાખ રૂપિયા સસ્તી થઈ છે. ઘરેલુ બજારમાં પણ ચાંદી 11 હજાર 521 રૂપિયા ઘટીને 2 લાખ 20 હજાર 829 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. બીજી તરફ, MCX પર 24 કેરેટ સોનું 3 હજાર 027 રૂપિયા ઘટીને 1 લાખ 50 હજાર 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં 3 હજાર 975 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. IBJAના ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી, તેથી દાગીના ખરીદતી વખતે તેનો વધારાનો ખર્ચ ચૂકવવો પડે છે.

