VIDEO: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; સોનામાં ₹2900 અને ચાંદીમાં ₹6,500નો ઘટાડો,અઠવાડિયામાં ભાવમાં કેટલો ફેર પડ્યો?
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય બુલિયન માર્કેટ અને વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વીતેલા સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. ચાંદી તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરથી રૂ. 1.85 લાખથી પણ વધુ સસ્તી થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટ્યા
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા અનુસાર, છેલ્લા 5 કામકાજી દિવસોમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,884 થી ઘટીને રૂ. 1,51,938 પર આવી ગયું છે. એટલે કે સોનામાં રૂ. 2,946 નો સીધો ઘટાડો થયો છે. આવી જ રીતે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ. 2,35,456 થી ગબડીને રૂ. 2,28,920 પર બંધ રહી છે, જેથી ચાંદીમાં રૂ. 6,536 નો મોટો કડાકો બોલાયો છે.
વિવિધ કેરેટ સોનાના તાજેતરના ભાવ
ઘરેલુ માર્કેટમાં 24 કેરેટ ઉપરાંત અન્ય ક્વોલિટીના સોનામાં પણ મંદી જોવા મળી છે. IBJA ના સત્તાવાર રેટ અનુસાર:
22 કેરેટ સોનું: ₹ 1,48,290 (પ્રતિ 10 ગ્રામ)
20 કેરેટ સોનું: ₹ 1,35,230 (પ્રતિ 10 ગ્રામ)
18 કેરેટ સોનું: ₹ 1,23,070 (પ્રતિ 10 ગ્રામ)
14 કેરેટ સોનું: ₹ 98,000 (પ્રતિ 10 ગ્રામ)
વાયદા બજાર (MCX) માં ચાંદી ભયાનક રીતે ગબડી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર એક્સપાયરી વાળી ચાંદી 5 કામકાજી દિવસોમાં રૂ. 2,772 ઘટીને રૂ. 2,34,886 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચાંદી રૂ. 4,20,048 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચી હતી. તેની સરખામણીએ હાલમાં ચાંદી પોતાના રેકોર્ડ હાઈથી પ્રતિ કિલો રૂ. 1,85,162 જેટલી સસ્તી મળી રહી છે. એકલા સપ્ટેમ્બર મહિનામાં જ વાયદા બજારમાં ચાંદી રૂ. 5,235 ગબડી ગઈ છે.
MCX પર સોનાની ચાલ પણ ધીમી પડી
MCX પર ચાંદીની સરખામણીએ સોનામાં ઘટાડાની ઝડપ થોડી ધીમી રહી છે. છતાં પણ વીતેલા સપ્તાહમાં સોનું રૂ. 1,52,767 થી ઘટીને રૂ. 1,52,655 પર આવી ગયું હતું. સપ્ટેમ્બર મહિનાના એકંદર આંકડા જોઈએ તો સોનું ઓગસ્ટના અંતની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,805 જેટલું સસ્તું થયું છે.

