VIDEO: NEWS AFTERNOON / ભૂકંપથી વેનેઝુએલાની જમીન 2 ફૂટ ખસી! દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, સંસદમાં રજૂ થશે નવું પેપર લીક વિરોધી બિલ!
ભૂકંપથી વેનેઝુએલાની જમીન 2 ફૂટ ખસી!
ISRO અને NASAના 'NISAR' સેટેલાઈટનો મોટો ખુલાસો! વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે જમીન 2 ફૂટ ખસી ગઈ છે, જેનાથી દેશમાં ભારે તારાજી સર્જાઈ.
યુરોપના જંગલોમાં આગ, 3 લાખ બેઘર!
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભયાનક આગ લાગતાં 3 લાખથી વધુ લોકો બેઘર થયા છે. સ્પેને દેશના ઇતિહાસમાં પહેલીવાર ‘નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી’ જાહેર કરી.
દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
IMD દ્વારા આજે દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. UP, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને સમગ્ર નોર્થ ઈસ્ટમાં આજે ચોમાસું ધમાકેદાર બેટિંગ કરી શકે છે.
અમદાવાદમાં જળબંબાકાર
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલા સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એસજી હાઇવે પર આવેલા થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
લોક સાહિત્યકાર હકાભા ગઢવીનો અકસ્માત!
ધ્રાંગધ્રા નજીક સાપ આડો ઉતરતાં લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર ખાડામાં ખાબકી હતી. જો કે, સ્થાનિકોએ કાચ તોડી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા, જેથી મોટી હોનારત ટળી હતી.
બાલાસિનોરમાં કેમિકલ ડમ્પિંગ વિરૂદ્ધ આંદોલન!
મહિસાગરના બાલાસિનોરમાં ઝેરી લાલ કેમિકલયુક્ત ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા ગ્રામજનોએ આંદોલન તેજ કર્યું છે. રાત્રી સભાઓ યોજી 3 ઓગસ્ટે GPCB કચેરી પહોંચવાનું આહ્વાન કર્યું છે.
Gen Z આંદોલન પર વિવાદાસ્પદ નિવેદન
જૂનાગઢની કોલેજના પ્રિન્સિપાલ અને સિન્ડિકેટ સભ્ય દિનેશ દઢાણિયાએ 'Gen Z'ના આંદોલનને રાષ્ટ્રવિરોધી ગણાવતા ભારે વિવાદ સર્જાયો છે. જો કે વિરોધ વધતાં પોસ્ટ ડિલીટ કરી હતી. આ મામલે હવે તેમને બરતરફ કરવાની માંગ તેજ થઈ છે.
સંસદમાં રજૂ થશે નવું પેપર લીક વિરોધી બિલ!
NEET વિવાદ બાદ હવે પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા સરકાર એક્શન મોડમાં આવી છે! આજે સંસદમાં 'પબ્લિક એક્ઝામિનેશન સુધારા વિધેયક 2026' રજૂ કરવામાં આવશે.

