Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Morning bulletin / Rahul Gandhi to launch Satyagraha, AAP leader takes over Congress, mega demolition on Gauchar

VIDEO: MORNING BULLETIN / રાહુલ ગાંધી શરૂ કરશે સત્યાગ્રહ, આપ નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, ગૌચર પર મેગા ડિમોલેશન

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેપ્ટન સ્મિત મચ્છારની UAEમાં સરાહના

App Store

ફ્લાયદુબઈ વિમાનમાં હુમલા બાદ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરનાર બહાદુર કેપ્ટન સ્મિત મચ્છારની UAEના નાયબ વડાપ્રધાન શેખ હમદાને હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટનની અપ્રતિમ બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

 થાઈલેન્ડમાં જળપ્રલય

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં માત્ર બે દિવસમાં 300 મિમી વરસાદ ખાબકતાં ચારે તરફ જળબંબાકાર સર્જાયો છે. પૂર અને કરંટ લાગવાથી અત્યાર સુધીમાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

રાહુલ ગાંધી શરૂ કરશે સત્યાગ્રહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગાંધી જયંતી નિમિત્તે ‘સત્યાગ્રહ’ નામના એક નવા ડિજિટલ મંચની શરૂઆત કરી છે. દેશભરમાં પોતાના અધિકારો અને ન્યાય માટે લડતા યુવાનો, ખેડૂતો અને મહિલાઓના અવાજને એક પ્લેટફોર્મ આપવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે.

આપ નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. દિલ્હી કોંગ્રેસના નેતાઓની હાજરીમાં તેમણે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરતાં રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

જંબુસરમાં ગૌચર પર મેગા ડિમોલેશન

ભરૂચના જંબુસરના દહેગામમાં તંત્રે ગૌચર જમીન પર સપાટો બોલાવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 50થી 75 એકર જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે દબાણો અને પાક પર જેસીબી ફેરવીને જમીનદોસ્ત કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સાવલીના લાછનપુરા ગ્રામસભામાં હોબાળો

વડોદરાના સાવલી તાલુકાના લાછનપુરા ગામની ગ્રામસભા તોફાની બની હતી. ગંદકી અને રોડના પ્રશ્ને ગ્રામજનોના આક્રોશ વચ્ચે તલાટી સભા છોડીને નીકળી ગયા હતા અને વીડિયો ઉતારનારનો ફોન છીનવવાનો પ્રયાસ કરતાં મામલો વધુ બિચક્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.