Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Ebola terror; 13 countries including India on alert, Trump warns Oman on Hormuz issue

Afternoon Bulletin: ઈબોલાનો આતંક; ભારત સહિત 13 દેશો એલર્ટ પર, હોર્મુઝ મુદ્દે ટ્રમ્પની ઓમાનને ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યસભા ચૂંટણી: ક્રોસ વોટિંગનો ફફડાટ

App Store

"રાજ્યસભાની 24 બેઠકોની ચૂંટણી પહેલાં જ દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સંખ્યાબળ હોવા છતાં વિપક્ષી ગઠબંધનને ક્રોસ વોટિંગનો મોટો ડર સતાવી રહ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, ઝારખંડ અને કર્ણાટકમાં કોંગ્રેસના ઉમેદવારો માટે ખેલ બગડી શકે છે."

હોર્મુઝ મુદ્દે ટ્રમ્પની ઓમાનને ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાના જ સાથી દેશ ઓમાનને કડક શબ્દોમાં ધમકાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર ઓમાન સહિત કોઈ પણ દેશની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે, અને જો એવું થયું તો તેને 'ઉડાવી' દેવાશે."

ઈબોલાનો આતંક: ભારત સહિત 13 દેશો એલર્ટ પર

આફ્રિકાના કોંગો અને યુગાન્ડામાં ઈબોલા વાયરસે હાહાકાર મચાવ્યો છે. 900થી વધુ શંકાસ્પદ કેસ વચ્ચે અત્યાર સુધીમાં 223 લોકોના મોત થયા છે. સ્થિતિ ગંભીર બનતા WHO સક્રિય થયું છે, જ્યારે ભારત સહિત વિશ્વના 13 દેશોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

અમેરિકાનો ઈરાન પર મોટો લશ્કરી હુમલો

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર રાતોરાત મોટો હુમલો કર્યો છે. ઈરાનનું બંદર અબ્બાસ ત્રણ પ્રચંડ વિસ્ફોટોથી હચમચી ગયું હતું. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે પોતાના જહાજોની સુરક્ષા માટે ઈરાનના અનેક ડ્રોન પણ તોડી પાડ્યા છે."

 NEET-UG રી-એક્ઝામ અંગે હાઈલેવલ બેઠક

NEET-UG 2026ની રી-એક્ઝામને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન સાથે હાઈલેવલ બેઠક યોજી છે. આ બેઠકમાં પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી રીતે યોજવા તેમજ એડમિટ કાર્ડ જાહેર કરવા અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી."