મોંઘા રિચાર્જથી મળશે છૂટકારો: BSNLના આ 5 પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, જાણો કયા પ્લાનમાં શું મળશે ફાયદો?

BSNL: દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારતીય સંચાર નિગમ લિમિટેડ) અત્યારે તેના ગ્રાહકો માટે એક પછી એક આકર્ષક સ્કીમ્સ લાવી રહી છે. ખાનગી કંપનીઓએ કરેલા ભાવવધારા બાદ ગ્રાહકો હવે BSNL તરફ વળી રહ્યા છે. BSNLએ 2026માં તેના નેટવર્ક વિસ્તરણની સાથે સાથે એવા પ્લાન્સ લૉંચ કર્યા છે જે સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેવા છે. અત્યારે મોંઘવારીના જમાનામાં જ્યારે ખાનગી ટેલિકોમ કંપનીઓએ ભાવ વધારીને સામાન્ય માણસનું બજેટ ખોરવ્યું છે, ત્યારે BSNL એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.
BSNLના ધમાકેદાર પ્લાન્સ: 1. રૂપિયા 107નો પ્લાન જે ગ્રાહકો પોતાનું સિમ કાર્ડ માત્ર ચાલુ રાખવા માંગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ છે. તેમાં 35 દિવસની વેલિડિટી સાથે ૩GB ડેટા મળે છે.
2. રૂપિયા 197નો પ્લાન
આ પ્લાન 70 દિવસની વેલિડિટી આપે છે, જેમાં શરૂઆતના 18 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને દરરોજ 2GB ડૅટા મળે છે.
3. રૂપિયા 397નો પ્લાન જો તમે લાંબી વેલિડિટી ઈચ્છતા હોવ, તો 150 દિવસની વેલિડિટી વાળો આ પ્લાન બેસ્ટ છે.
4. વાર્ષિક પ્લાન (2399): આ પ્લાનમાં 365 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2GB ડેટા અને 100 SMSની સુવિધા મળે છે.
BSNL અત્યારે દેશભરમાં 4G ટાવર્સનું કામ ઝડપથી પૂર્ણ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ પૂર્ણ ક્ષમતા સાથે 5G સેવાઓ પણ શરૂ કરવા જઈ રહ્યું છે.

