Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : wonder of FASTag + AI, no stopping at toll! Now toll will be deducted without standing

VIDEO: Auto News / FASTag + AIનો કમાલ, ટોલ પર નો સ્ટોપ! હવે ઉભા રહ્યા વગર જ કપાશે ટોલ, જાણો સરકારનો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશના હાઈવે પર હવે એ દિવસો પૂરા થવાના છે જ્યારે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાં ઉભા રહીને તમારો મૂડ અને માઈલેજ બંને બગડતા હતા. હવે ગાડી દોડશે અને ટોલ આપોઆપ કપાઈ જશે. એટલે કે, ના ઉભા રહેવાની ઝંઝટ, ના કોઈ દલીલ કે ના કોઈ ઘોંઘાટ. સરકાર એવી સિસ્ટમ લાવી રહી છે જેમાં કેમેરા નંબર પ્લેટ વાંચશે અને પૈસા સીધા તમારા ખાતામાંથી કપાઈ જશે. જો બધું જ યોજના મુજબ ચાલ્યું તો ડિસેમ્બર સુધીમાં આ ફેરફાર થઈ જશે અને તમારા પ્રવાસનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે. 

App Store

દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટૂંક સમયમાં ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની ઝંઝટ ખતમ થવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2026 સુધીમાં ઘણા હાઈવે પર સીમલેસ અને બેરિયર-ફ્રી (Barrier-Free) ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી મુસાફરી ઝડપી, સરળ અને કોઈ પણ અવરોધ વિના આગળ વધશે.

લોજિસ્ટિક્સ પાવર સમિટ એન્ડ એવોર્ડ્સ 2026માં ગડકરીએ કહ્યું કે, દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. તેમણે જણાવ્યું કે સરકાર ડિસેમ્બર સુધીમાં ઘણા નેશનલ હાઈવે પર બેરિયર વિનાની ટોલ સિસ્ટમ લાગુ કરવાની યોજના પર કામ કરી રહી છે. આનાથી ટોલ પ્લાઝા પર લાગતો સમય બચશે અને ટ્રાફિક પણ ઓછો થશે.

AI અને FASTag દ્વારા ઓટોમેટિક ટોલ કપાશે

આ નવી સિસ્ટમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને RFID બેઝ્ડ FASTag સામેલ હશે. હાઈ પરફોર્મન્સ કેમેરા ગાડીઓની નંબર પ્લેટ ઓળખશે અને FASTag દ્વારા ટોલ આપોઆપ કપાઈ જશે. ડ્રાઈવરને ક્યાંય ઉભા રહેવાની જરૂર નહીં પડે.

જો કોઈ વાહન નિયમોનું પાલન નહીં કરે તો તેને ઈ-નોટિસ મોકલવામાં આવશે. સમયસર ચુકવણી ન કરવા પર FASTag સસ્પેન્ડ થઈ શકે છે અને 'વાહન' (VAHAN) પોર્ટલ સાથે સંકળાયેલા અન્ય દંડ પણ લાગી શકે છે. ગડકરીએ કહ્યું કે જો ભારતને ગ્લોબલ પાવર બનવું હોય તો લોજિસ્ટિક્સ ખર્ચને સિંગલ ડિજિટ સુધી લાવવો પડશે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસ અને કાનપુર તેમજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગલુરુના એક રિપોર્ટ અનુસાર, એક્સપ્રેસ વે અને ઈકોનોમિક કોરિડોર બનવાથી ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ 16 ટકાથી ઘટીને 10 ટકા પર આવી ગયો છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને યુરોપમાં આ ખર્ચ આશરે 12 ટકા છે, જ્યારે ચીનમાં તે 8 થી 10 ટકાની વચ્ચે છે.

ગ્રીન ફ્યુઅલ પર ભાર

ગડકરીએ કહ્યું કે ભારત પોતાની 87 ટકા તેલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. દર વર્ષે અંદાજે 22 લાખ કરોડ રૂપિયાનું અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) આયાત કરવામાં આવે છે, જેનાથી પ્રદૂષણ પણ વધે છે. એવામાં વૈકલ્પિક ઈંધણ અને બાયોફ્યુઅલને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે ગ્રીન હાઈડ્રોજન એ ભવિષ્યનું ઈંધણ છે, પરંતુ તેને સસ્તું બનાવવા માટે હાઈડ્રોજન સ્ટેશનનો ખર્ચ ઘટાડવો પડશે.

ગડકરીએ ઉમેર્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. સરકારનું સપનું દેશને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું છે. બહેતર રોડ નેટવર્ક અને ઓછો લોજિસ્ટિક્સ ખર્ચ આ લક્ષ્ય હાંસલ કરવામાં મોટી ભૂમિકા ભજવશે.