Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : There was a scuffle over the iPhone 17.

VIDEO : મુંબઇમાં iPhone 17 લેવા માટે લોકો વચ્ચે ઝપાઝપી, ઝઘડો થતા પોલીસ બોલાવવી પડી 

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : PTI

એપલે આજે 19 સપ્ટેમ્બરના રોજ તેના iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ કરી દીધું છે. હંમેશની જેમ નવા iPhones માટેનો ક્રેઝ સ્પષ્ટ છે. મુંબઈના Jio BKC સેન્ટર ખાતેના Apple સ્ટોરમાં ભારે ભીડને પગલે અવ્યવસ્થા ફેલાઇ છે. તેના કારણે લોકો વચ્ચે ઝઘડો પણ થયો, જેના લીધે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવી પડી. આજે સવારે સ્ટોર ખુલતા પહેલા સ્ટોરની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. ગઈ રાતથી જ લોકો iPhone 17 ખરીદવા માટે લાઇનોમાં ઉભા હતા.

App Store

શુક્રવારે Apple સ્ટોર ખુલતાની સાથે જ અંદર મોટી ભીડ એકઠી થઈ ગઈ. ભારે ભીડે સ્ટોરની અંદર અફરા-તફરી મચાવી દીધી, જેના કારણે ઘણા લોકો એકબીજા સાથે લડવા લાગ્યા. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, Apple સ્ટોરની અંદરની પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને ભીડને શાંત કરવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ Apple સ્ટોર્સની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.