Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : planning to buy a car, then you should definitely check this feature

Auto news : કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો આ ફિચર જરૂર ચેક કરી લેવું જોઈએ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Auto news : કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો આ  ફિચર જરૂર ચેક કરી લેવું જોઈએ
સોર્સ : GSTV

આજના સમયમાં કારની અંદર ઘણા પ્રકારના ફિચર્સ આપવામાં આવે છે. પરંતુ આજે અમે આપને કારની  અંદર આપવામાં આવેલા એક એવા ફિચર્સ વિશે જણાવીશું, જેને લોકો હંમેશા નજરઅંદાજ કરી દે છે. અમે જે ફિચરની વાત કરી રહ્યાં છીએ તેને ડીફોગર લાઇન કહે છે. તમને જણાવી દઈએ કે, આ ફિચરમાં કાર પાછળના કાચ પર પાતળી લાઈન બનેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ફિચર કારમાં કેવી રીતે કામ કરે છે?

App Store

કારની અંદર આપવામાં આવેલી ડીફોગર લાઇન ખૂબ જ જરૂરી ફિચરછે. જણાવી દઈએ કે, આ ફિચર ઠંડી અને વરસાદમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જ્યારે તમારી કારની પાછળનો કાચ પર પાણી કે ઝાકળથી ઝાંખો થઈ જાય છે, ત્યારે તમે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કારની અંદર રહેલી ડીફોગર સ્વિચને ઓન કરવી પડશે. સ્વિચ ઓન કરતા જ ડીફોગર લાઇન ગરમી પેદા કરવા લાગે છે, જેનાથી કાચ પર જામેલો ભેજ સાફ થવા લાગે છે.

જો તમે કાર ચલાવતા હશો તો, તમે જોયું હશે કે, વરસાદ અને ઠંડીની ઋતુમાં કારના પાછળના કાચ પર પાણી અને ફોગ જામી જાય છે, જેનાથી ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરને પાછળથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી. જેથી ઘણીવાર કાર ચાલકને ગાડી રોકીને તેને સાફ કરવું પડે છે, જે ઘણું જોખમી પણ છે.

જેથી કારની પાછળ બનેલી ડીફોગર લાઇન એક ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે, જે ગરમ થવાથી કાચને નુકસાન પહોંચાડતી નથી. પરંતુ કાચ પર જામેલા ઝાકળ અને પાણીને સૂકવી નાખે છે. જો તમે પણ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો કાર ખરીદતી વખતે આ ફિચર જરૂર ચેક કરી લેવું જોઈએ.