Jio એ ₹400 ની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યા 3 નવા હોમ પેક્સ, જુઓ પ્લાન્સની પૂરી ડિટેલ્સ

Reliance Jio દેશના બ્રોડબેન્ડ અને એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં વધુ એક મોટો ધમાકો કર્યો છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવા 3-in-1 'જિયો હોમ પેક્સ' (Jio Home Packs) લોન્ચ કર્યા છે. આ હોમ પેક્સની શરૂઆતી કિંમત માત્ર ₹400 પ્રતિ માસ રાખવામાં આવી છે. આ પ્લાન્સમાં યુઝર્સને હાઈ-સ્પીડ વાઈ-ફાઈ (High-Speed Wi-Fi), 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ (Live TV Channels) અને 12 જાણીતી ઓટીટી એપ્સનું (OTT Apps) સબ્સ્ક્રિપ્શન એકસાથે મળશે.
3 અલગ-અલગ કેટેગરીમાં પ્લાન્સ ઉપલબ્ધ
રિલાયન્સ જિયોએ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હોમ પેક્સને 3 મુખ્ય કેટેગરીમાં વિભાજિત કર્યા છે:
Jio Home TV Only Pack: આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેમને ઈન્ટરનેટની જરૂરિયાત ઓછી છે પણ લાઈવ ટીવી અને એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે. આ પ્લાનની શરૂઆત ₹400 પ્રતિ માસથી થાય છે. ગ્રાહકો ₹1,000 માં 2 મહિના અથવા ₹2,000 માં 5 મહિનાનો ઓપ્શન પણ પસંદ કરી શકે છે.
Jio Home Wi-Fi Only Pack: માત્ર બ્રોડબેન્ડ ઈન્ટરનેટ વાપરવા માંગતા ગ્રાહકો માટે આ પ્લાન લાવવામાં આવ્યો છે. જેમાં 30 Mbps ની સ્પીડવાળા પ્લાનની અસરકારક કિંમત ₹450 પ્રતિ માસ પડે છે (જો ગ્રાહક ₹2,200 માં 5 મહિનાનું રિચાર્જ કરાવે છે).
Jio Home Wi-Fi + TV + OTT Pack: આ એક ઓલ-ઈન-વન પ્લાન છે. જેમાં અનલિમિટેડ 30 Mbps ફાઈબર ઈન્ટરનેટ (Unlimited Fiber Internet), 1000 થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ અને 12 ઓટીટી એપ્લિકેશન્સનો એક્સેસ મળે છે.
ગ્રાહકોને શું થશે ફાયદો?
જિયોના આ નવા પ્લાન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે યુઝર્સે જે સુવિધાઓનો ઉપયોગ નથી કરતા તેના માટે વધારાના પૈસા ચૂકવવા નહીં પડે. જે ઘર પરિવારમાં સ્માર્ટ ટીવી (Smart TV), મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ પર એકસાથે ઈન્ટરનેટ અને મનોરંજનની જરૂરિયાત હોય, તેમના માટે આ 3-in-1 કોમ્બો પ્લાન (Combo Plan) ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

