Tech News : સર્ચ એન્જિન ગુગલ 27 વર્ષનું થયું, આવી રીતે બન્યું ઇન્ટરનેટ જગતનો રાજા

ગુગલ આજે 27 વર્ષનું થયું છે. ગુગલ એ ઇન્ટરનેટની દુનિયામાં ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. તે ફક્ત સર્ચ એન્જિન તરીકે જ જાણીતું નથી, પરંતુ તે વિવિધ પ્રકારની સર્વિસ પણ આપે છે. આજે, જો કોઈ આપણને કંઈ પૂછે છે, તો આપણે ફક્ત જવાબ આપીએ છીએ, "બસ ગુગલ કરો, તમને દરેક પ્રશ્નનો જવાબ મળશે." આનું કારણ એ છે કે ગુગલ આપણા બધાના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે.
ગુગલ જ્ઞાનનો ભંડાર છે, જે બાળકોના શાળાના હોમવર્કથી લઈને વ્યાવસાયિકો સુધી દરેક માટે મહત્વપૂર્ણ માહિતીની સરળ ઍક્સેસ પ્રદાન કરે છે. ગુગલે તેના 27મા જન્મદિવસની ઉજવણી માટે એક અનોખું ડુડલ બનાવ્યું છે. ડુડલમાં ગુગલનું નામ છે, જે થોડું અસામાન્ય લાગે છે.
આ રીતે બન્યું ગુગલ ઇન્ટરનેટનો રાજા
અમેરિકન કંપની Alphabet ગુગલનો માલિક છે, અને ભારતીય નાગરિક સુંદર પિચાઈ કંપનીના સીઈઓ છે. ગુગલની સફળતા બે મુખ્ય કારણોથી ઉદ્ભવે છે: તેનું ક્લિન ઇન્ટરફેસ અને તેના ઉત્તમ સર્ચ રિઝલ્ટ.
Google 27th Birthday Doodle
આ બે મુખ્ય પરિબળોએ કંપનીની શરૂઆતની લોકપ્રિયતામાં ફાળો આપ્યો હતો. જેમ જેમ ભંડોળ વધતું ગયું, તેમ તેમ તેણે તેના વર્ચસ્વને આગળ વધારવા માટે નવા ઉત્પાદનો અને સર્વિસ શરૂ કરી.
How Google Started: કેવી રીતે શરૂઆત થઈ?
ગુગલ પાછળ Larry Page અને Sergey Brinનો ખૂબ મોટા ફાળો છે, અથવા એમ કહી શકાય કે ગુગલ આ બે અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકોના મગજની ઉપજ છે. આ બે કોમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ 4 સપ્ટેમ્બર, 1998ના રોજ ગુગલની સ્થાપના કરી હતી, જ્યારે તેઓ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા અને પીએચડીના વિદ્યાર્થી હતાં.

