Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Elon Musk made an important announcement about the new version of Grok AI, know what he said

Tech News: Elon Muskએ કરી Grok AIના નવા વર્ઝનને લઈ મહત્ત્વની જાહેરાત, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Tech News:  Elon Muskએ કરી Grok AIના નવા વર્ઝનને લઈ મહત્ત્વની જાહેરાત, જાણો શું કહ્યું
સોર્સ : Google

અત્યારે જ્યારે Internet પર ધીમે ધીમે Searchનું સ્થાન AI Chat bots લઈ રહ્યાં છે, ત્યારે X પ્લેટફોર્મ અને Grok AIના ફાઉન્ડર Elon Muskએ એક મહત્ત્વની જાહેરાત કરી. તેમણે તેમની Tweetમાં જણાવ્યું કે, તેમની કંપની X ખાસ  Children Friendly કન્ટેન્ટ સાથે Grok AIના નવા વર્ઝન પર કામ કરી રહી છે.

App Store

Muskએ તેના નવા વર્ઝનને આપ્યું Baby Grok નામ

અત્યારે Grok AI સર્વિસ Open AIના Chat GPT તથા Google Gemini જેવા જાણીતા ચેટબોટની હરીફાઇમાં ખૂબ જાણીતી થઈ રહી છે. 2023માં પહેલી વાર લોન્ચ થયેલ આ ચેટબોટે શરૂઆતમાં ભારતના રાજકારણીઓ વિશે એલફેલ ભાષામાં વાત કરીને ભારતમાં મોટો વિવાદ સર્જ્યો હતો. પરંતુ, એ કારણે લોકો X પ્લેટફોર્મ પર અથવા સીધા જ Grok AIની વેબસાઇટ કે એપનો ઉપયોગ કરીને આ ચેટબોટ સાથે વાતચીત કરવા લાગ્યા.

હાલમાં જ Grok AIમાં ઉમેરાયા નવા Features

હાલમાં Grok AIમાં 3D Animated Companions પણ ઉમેરાયા છે. જેને યૂઝર્સ પોતાની મરજી મુજબ કસ્ટમાઇઝ કરી શકે છે. જો કે, આ બધા જ  Grok AIને ચર્ચામાં રાખવા માટેના ગતકડાં છે. પરંતુ બાળકો માટેનું Baby Grok ખરેખર વાસ્તવિકતા બને તો એ આજની AIની દુનિયામાં ખરેખર જરૂરી પહેલ સાબિત થઈ શકે છે.

Internet Search Engine તથા Social Media Sites પર ખૂબ વધુ પ્રમાણમાં બાળકો માટે અયોગ્ય Content બની રહ્યો છે. જેને કારણે ઉપયોગી બનવાની જગ્યાએ ઉલટાનું હાનિકારક બની શકે છે. બાળકોને તેનાથી બચાવવા માટે સેફ સર્ચ Safe Search તથા સોશિયલ મીડિયામાં Age restrictionના પ્રયાસો થતા રહે છે, પરંતુ તેને ધારી સફળતા મળતી નથી. જો Baby Grok બાળકો માટે સલામત અને એજ્યુકેશનલ કન્ટેન્ટ આપી શકશે તો બાળકોને AIની નવી દુનિયાનો પરિચય કરાવવામાં વધુ સરળતા રહેશે.