Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : A golden opportunity to buy a car! Bumper discount on new car purchase in August

કાર ખરીદવાની સોનેરી તક! ઓગસ્ટમાં નવી કાર ખરીદવા પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કાર ખરીદવાની સોનેરી તક! ઓગસ્ટમાં નવી કાર ખરીદવા પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
સોર્સ : gstv

જો તમે ઓગસ્ટ 2026માં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ મહિને ઘણી મોટી કાર કંપનીઓ પોતાની ગાડીઓ પર અલગ-અલગ ઓફર આપી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બેનિફિટ અને રોયલ્ટી ઓફર સામેલ છે. કેટલીક કાર પર તમામ ઓફર્સ મેળવીને લાખો રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જોકે, તમને કેટલો ફાયદો મળશે તે કારના મોડલ, ડીલર અને ઓફરની શરતો પર આધાર રાખશે. તેથી કાર ખરીદતા પહેલા નજીકના ડીલર પાસેથી પૂરી માહિતી જરૂર મેળવી લેવી.

App Store

Tata Harrier EV પર 3.25 લાખ રૂપિયા સુધીનો ફાયદો

ટાટા મોટર્સ તરફથી ઓગસ્ટમાં સૌથી મોટી ઓફર Harrier EV પર આપવામાં આવી રહી છે. આ ઈલેક્ટ્રિક SUV પર 1 લાખ રૂપિયા સુધીની 'ફ્રીડમ સેલિબ્રેશન' ઓફર મળી રહી છે. આ સિવાય 50 હજાર રૂપિયા સુધીનો એક્સચેન્જ ફાયદો અને 75 હજાર રૂપિયા સુધીનું સ્ક્રેપેજ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

જો ગ્રાહક પહેલાથી જ Tata EVનો ઉપયોગ કરતો હોય, તો તેને 1 લાખ રૂપિયા સુધીનો લોયલ્ટી ફાયદો મળી શકે છે. તો વળી Tataની પેટ્રોલ કે ડીઝલ કાર ધરાવતા ગ્રાહકોને 50 હજાર રૂપિયા સુધીનો લોયલ્ટી બેનિફિટ મળી શકે છે. તમામ શરતો પૂરી થવા પર કેટલાક ગ્રાહકોને કુલ 3.25 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.

Maruti Grand Vitara પર પણ મોટી ઓફર

મારુતિ સુઝુકીની Grand Vitara Strong Hybrid પર પણ ઓગસ્ટમાં ઘણા ફાયદા મળી રહ્યા છે. તેમાં 1.85 લાખ રૂપિયા સુધીનો રોડ ટેક્સ બેનિફિટ અને 5 વર્ષની વોરંટી સામેલ છે. આ સિવાય 30 હજારથી 75 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, 45 હજાર રૂપિયા સુધીનું સ્ક્રેપેજ બોનસ અને કેટલીક જૂની કાર પર 30 હજાર રૂપિયા સુધીનું અપગ્રેડ બોનસ મળી શકે છે.

કોર્પોરેટ ગ્રાહકોને 10 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો પણ મળી શકે છે. આ ઉપરાંત Baleno અને WagonR જેવા બીજા મોડલ્સ પર પણ ઓફર્સ આપવામાં આવી રહી છે.

Hyundai Creta પર 1 લાખ રૂપિયા સુધીની બચત

હ્યુન્ડાઈની Creta ખરીદનારાઓને પણ ઓગસ્ટમાં ફાયદો મળી શકે છે. આ SUV પર 50 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 50 હજાર રૂપિયા સુધીનો સ્ક્રેપેજ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. એટલે કે કુલ ફાયદો 1 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. Creta Electric પર 15 હજાર રૂપિયા કેશ અને 35 હજાર રૂપિયા સુધીનો સ્ક્રેપેજ ફાયદો મળી શકે છે. કંપનીની Verna પર પણ કેશ અને સ્ક્રેપેજ કે એક્સચેન્જ બેનિફિટ ઉપલબ્ધ છે. Venue અને Venue N Line પર 5 હજાર રૂપિયા સુધીનું સ્ક્રેપેજ બોનસ આપવામાં આવી રહ્યું છે.

Kia Sonet અને Syros પર પણ ઓફર

કિયાની Sonet પર અલગ-અલગ ફાયદા મેળવીને 60 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. તો Syros પર આ ફાયદો 65 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સિવાય ગ્રાહકોને એક્સ્ટેન્ડેડ વોરંટી અને કેટલાક ડીલર ઓફર્સ પણ મળી શકે છે. Seltos પર 20 હજાર રૂપિયા લોયલ્ટી અને 20 હજાર રૂપિયા કોર્પોરેટ ફાયદો આપવામાં આવી રહ્યો છે.

Honda City પર પણ મળશે ફાયદો

Honda City Facelift ખરીદનારાઓને ઓગસ્ટમાં 30 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની સાથે 50 હજાર રૂપિયા સુધીનો એક્સચેન્જ ફાયદો, લોયલ્ટી ઓફર અને 5 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તમામ ઓફર્સ જોડવા પર ગ્રાહકને લગભગ 85 હજાર રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.

તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે દરેક ઓફર દરેક ગ્રાહક માટે જરૂરી નથી. ફાયદો શહેર, ડીલર, મોડલ અને ઓફરની શરતો અનુસાર બદલાઈ શકે છે. કાર ખરીદતા પહેલા ડીલર પાસેથી ઓફરની પૂરી માહિતી ચોક્કસથી ચકાસી લેવી.

ટોપિક્સ:GSTV NewsGujarati News