GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાને માત આપવા ઝાયડસે શોધેલી દવાની આ છે ખાસિયત, ગ્લોબલ ડિમાન્ડને પહોંચી વળવાની પણ તૈયારી

સમગ્ર વિશ્વમાં પ્રસરેલી કોરોનાની મહામારીને લઇને સમગ્ર વિશ્વમાં જેની સૌ કોઇને રાહ હતી તે કોરોનાની રસી શોધવામાં ઝાયડસને મોટી સફળતા મળી છે. ઝાયડસને હવે આ રસીની હ્યુમન ટ્રાયલની મંજુરી મળી ગઇ છે.

  • કોરોનાની રસી શોધાઇ
  • પ્રાણી પર થયું રસીનું સફળ પરીક્ષણ
  • ઝાયડસને મળી હવે હ્યુમન ટ્રાયલની મંજુરી

કોરોનાની રસી શોધવામાં ફાર્મા કંપની ઝાયડસને મોટી સફળતા મળી છે. ઝાયડસે ઉંદર અને સસલા પર રસીનું પરીક્ષણ કર્યુ છે. હવે ઝાયડસને આ રસીની હ્યુમન ટ્રાયલની મંજૂરી પણ મળી છે. અમદાવાદમાં આવેલા રિસર્ચ સેન્ટરમાં કોરોનાની આ રસી શોધાઈ છે. કંપનીએ ઝાઈકો વી.ડી નામની આ રસી તૈયાર કરી છે. આ રસીનું ઉંદર અને સસલા પર કરાયેલા પરિક્ષણમાં રોગ પ્રતિકારક શક્તિને સૌથી વધુ અસરકારક બનાવી છે. જુલાઈ 2020માં ઝાયડસ દ્વારા સમગ્ર દેશમાં 1 હજાર જેટલી જગ્યાઓ ઉપર ક્લિનિક ટ્રાયલ્સ કર્યા છે. હવે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કોરોનાની રસીને ફેઝ 1 અને ફેઝ 2ના માનવ પરીક્ષણને શરૂ કરવા ઝાયડસને મંજૂરી આપી છે.

ઝાયડસને મોટી સફળતા

  • અમદાવાદના ઝાયડસ રિસર્સ સેન્ટરમાં શોધાઈ કોરોનાની રસી
  • ઉંદર અને સસલા પર પરીક્ષણ કરવામાં આવ્યું
  • ઝાઈકો વી.ડી.નામની રસી બનાવી
  • બે તબક્કામાં ટ્રાયલ માટે મંજૂરી
  • માનવ પર ટ્રાયલ કરવા મળી મંજૂરી
  • જુલાઈમાં ભારતમાં ૧ હજાર જગ્યાએ ક્લિનિકલ ટ્રાયલ્સ
  • રસીથી કોઈ આડઅસર નહી થાય
  • ગ્લોબલ ડિમાન્ડ માટે બીજા પ્લાન્ટમાં રસી બનાવાશે

ઝાયડસનું કહેવુ છે કે, આ રસી પ્રાણીઓ પર કરવામાં આવેલ ટ્રાયલ પર કારગર સાબિત થઈ છે. અને પ્રાણીઓ પર કરવામાં આવેલ પરીક્ષણોનો રિપોર્ટ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સોંપ્યો હતો. જેના પર રિસર્ચ બાદ ડીજીજીઆઈના ડોક્ટર વીજી સોમાનીએ કોરોનાની રસીના માનવ પરીક્ષણના પ્રથમ અને બીજા ફેઝ માટે મંજૂરી આપી દીધી છે. જેથી ટુંક સમયમાં માનવ શરીર પર રસીના ટ્રાયલની શરૂઆત કરાશે. મહત્વપૂર્ણ છે કે આ રસીની કોઈ આડઅસર નથી. કોરોના વાયરસ મ્યુટેશન થાય તો બે અઠવાડિયામાં રસી બદલી શકાશે. ગ્લોબલ ડિમાન્ડ પૂરી કરવા માટે બીજા પ્લાન્ટમાં પણ આ વેક્સિન બનાવવામાં આવશે.

ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસે કોરોનાની રસી શોધી છે ત્યારે આ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે જણાવ્યુ છે કે, કોરોનાની રસીના ટ્રાયલ માટે ભારત સરકારે મંજૂરી આપી છે. રસી શોધવીએ ગુજરાત માટે મહત્વની વાત છે. રસી માટે 28 પ્રકારના ટેસ્ટીગ થયા છે જેમાં પ્રાણીઓ પર અભ્યાસ કરવામાં આવ્યા છે. કોરોનાની રસી માટે ઝાયડસને મળેલી સફળતા બાદ અમદાવાદ સિવિલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર જે.પી મોદી અને ઓએસડી ડોક્ટર પ્રભાકરે પ્રતિક્રિયા આપી. જેમાં તેઓએ જણાવ્યું કે કોરોનાની રસી માટે સફળતા મળવી એ આપણા માટે ગર્વની વાત છે. કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે ત્યારે હવે કોરોનાની રસીનું પ્રાણીઓનું પરિક્ષણ સફળ રહ્યું છે. હવે ટૂંક સમયમાં હ્યુમન ટ્રાયલ થશે. ઝાયડસ કંપની થકી ગુજરાતને મળેલી આ સફળતાથી સમગ્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ફરી એક વખત ડંકો વાગ્યો છે.

READ ALSO

Related posts

આર્મિ ચીફ ઉપયોગ કરતા દેખાયા પર્સનલ એર સેનિટાઈઝર, કેવી રીતે કરે છે આ કામ

Karan

શ્રેય અગ્નિકાંડ : આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો, AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ પર સૌની નજર

Nilesh Jethva

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!