GSTV

ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીનો આખરે ભાવ થયો ફાયનલ, 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે

ઝાયકોવ

Last Updated on October 4, 2021 by Bansari

કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્દ્ર સરકાર અને ભારત સરકાર વચ્ચે મંત્રણા ચાલી રહી છે ત્યારે ફાર્મા કંપનીએ ત્રણ ડોઝની આ વેક્સિનનો ભાવ રૂ. 1900 રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે.આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઇચ્છે છે કે ફાર્મા કંપની પ્રસ્તાવિત ભાવમાં ઘટાડો કરે. આ સપ્તાહના અંતે આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ઝાયકોવ

ઝાયડસ કેડિલાની આ વેક્સિનને રાષ્ટ્રવ્યાપી એન્ટી કોરોનાવાઇરસ વેક્સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ઝાયડસ કેડિલાની આ વેક્સિનને રાષ્ટ્રવ્યાપી એન્ટી કોરોનાવાઇરસ વેક્સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે. આ વેક્સિન ડીએનએ આધારિત નિડલ ફ્રી વેક્સિન છે. કંપનીએ ત્રણ ડોઝની આ વેક્સિન માટે 1900 રૂપિયાના ભાવનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મંત્રણા ચાલી રહી છે.

ઝાયકોવ

ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીનો આટલો છે ભાવ

સરકારે કંપનીને પોતાના પ્રસ્તાવિત ભાવ અંગે ફરીથી વિચારણા કરવા જણાવ્યું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહના અંત સુધી લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા ઝાયકોવ-ડી વેક્સિન આપવા માટે જેટ ઇન્જેક્ટરની જરૂર પડશે. જેની કીંમત 30.000 રૂપિયા છે. એક ઇન્જેક્ટરની મદદથી 20,000 ડોઝ આપી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ 28 દિવસના અંતરે લેવાના રહેશે.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!